Home » Breaking News » ભારત બંધના દિવસે પેટ્રોલ, ડીઝલમાં વધુ 23 પૈસાનો વધારો

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

ભારત બંધના દિવસે પેટ્રોલ, ડીઝલમાં વધુ 23 પૈસાનો વધારો

નવી દિલ્હી:ઈંધણના સતત વધતા ભાવ સામે દેશભરમાં આક્રોશ હોવા છતાં સોમવારે સરકારે ડ્યૂટી ઘટાડી ન હતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા દીધા હતા. સોમવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 23 પૈસા અને 22 ટકાનો વધારો કર્યો હતો. 

મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹88.12 પ્રતિ લિટર હતો જ્યારે ડીઝલનો ભાવ 77.32 હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 80.73 અને ડીઝલનો ભાવ 72.82 હતો. આંધ્રપ્રદેશે પેટ્રોલ અને ડીઝલમાં રાજ્યના વેરા ઘટાડવાની જાહેરાત કરી હતી જેથી ઈંધણના ભાવમાં લિટરે બે રૂપિયાનો ઘટાડો થશે. રવિવારે રાજસ્થાનમાં ઈંધણ પરનો ટેક્સ ચાર ટકા ઘટાડવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે અત્યાર સુધી ડ્યૂટીમાં કાપ મૂકવાનો ઇનકાર કર્યો છે. તેને આશા છે કે રૂપિયો અને ઈંધણના ભાવ સ્થિર થશે. ઘટતા રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં વધારાના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. ઇરાન પર અમેરિકા પ્રતિબંધ લાદશે તો વૈશ્વિક ઈંધણના પુરવઠાને અસર થશે તેવી બીકે ઓઇલના ભાવ વધી શકે છે. છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ સાત ડોલર વધીને 77 ડોલર પ્રતિ બેરલ થયો છે.