Home » Breaking News » રૂપિયો ઇન્ટ્રા-ડે 72.67: 72.45ના રેકોર્ડ તળિયે

News timeline

Bollywood
51 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

રૂપિયો ઇન્ટ્રા-ડે 72.67: 72.45ના રેકોર્ડ તળિયે

મુંબઈ:ક્રૂડના ભાવ અને વૈશ્વિક ટ્રેડ વોર સહિતનાં વૈશ્વિક પરિબળોના દબાણ હેઠળ રૂપિયો ફરી એક વખત રેકોર્ડ નીચી સપાટીએ ગબડ્યો છે. ડોલરની સટ્ટાકીય માંગ અને આયાતકારોમાં ગભરાટને પગલે ભારતીય ચલણ ઇન્ટ્રા-ડે 94 પૈસા ઘટીને 72.67ના સ્તરે પહોંચ્યું હતું. જોકે, RBIની દરમિયાનગીરીને કારણે રૂપિયો નીચી સપાટીએથી સુધરી 72.45ના સર્વોચ્ચ નીચા સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારના બંધની તુલનામાં રૂપિયો 72 પૈસા ઘટ્યો હતો.

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી ટ્રેડ વોરને આગળ ધપાવવાનો નિર્ણય લેતાં વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. તેને લીધે રૂપિયામાં શુક્રવારની આંશિક રિકવરી ધોવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રૂપિયો શુક્રવારે સતત સાત દિવસના ઘટાડા પછી 26 પૈસા વધીને બંધ રહ્યો હતો.

જોકે, સોમવારે ફોરેક્સ માર્કેટ ફરી વોલેટાઇલ બન્યું હતું. કરન્સી ડીલર્સના જણાવ્યા અનુસાર ભારતની રાજકોષીય ખાધ અને ટૂંકા ગાળાની ઋણ જવાબદારી વધવાની ચિંતાને કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું. ઇન્ટર-બેન્ક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો શુક્રવારના 71.73ના બંધ સામે 72.18ના સ્તરે ખૂલ્યો હતો. ક્રૂડના ભાવમાં વધારો અને ચલણની નબળાઈએ પહેલેથી જ સેન્ટિમેન્ટ બગાડ્યું છે.