Home » Breaking News » ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીન સર્ટિફાઇડ સિટી બનશે

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીન સર્ટિફાઇડ સિટી બનશે

અમદાવાદ:ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ભારતનું પ્રથમ ગ્રીન સર્ટિફાઇડ હયાત શહેર બનવા જઈ રહ્યું છે. ગિફ્ટ સિટીનું 30 ટકાથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ પૂર્ણ થયું છે અને ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) દ્વારા તેના સર્ટિફિકેશન માટેની કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આઇજીબીસી ગિફ્ટ સિટીને ગ્રીન સર્ટિફિકેટ આપે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી આઇજીબીસી દ્વારા પ્રિ-સર્ટિફાઇડ પ્રોજેક્ટ છે અને હવે તેને હયાત સિટી તરીકે ગ્રીન સર્ટિફિકેટ આપવા માટે વિવિધ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. તેમાં ગિફ્ટ સિટીમાં જમીનનો અસરકારક ઉપયોગ, સેન્ટ્રલાઇઝ્ડ ડિસ્ટ્રિક્ટ કૂલિંગ પ્લાન્ટ દ્વારા 30-40 ટકા ઊર્જા બચત, સેન્ટ્રલાઇઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સેન્ટ્રલાઇઝ્ડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત સોલર થર્મલ, સોલર ફોટોવોલ્ટિક અને પવન ઊર્જા દ્વારા વીજળીની માંગમાં 10-12 ટકા ઘટાડાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

ગિફ્ટ સિટીમાં લાઇટનો વપરાશ લગભગ 25-30 ટકા ઘટાડો શક્ય બન્યો છે અને પાણીના ઉપયોગમાં પણ 15-20 ટકા ઘટાડો થયો છે. જાહેર પરિવહનમાં પણ 8-10 ટકા વૃદ્ધિ થઈ છે અને એકંદરે જીવનધોરણ સારું જોવા મળી રહ્યું છે.