Home » Breaking News » તહેવારોમાં ટીવી, ફ્રીઝ, ACનું બમ્પર ઓનલાઇન વેચાણ થશે

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

તહેવારોમાં ટીવી, ફ્રીઝ, ACનું બમ્પર ઓનલાઇન વેચાણ થશે

બેંગલુરુ:ઓનલાઇન ગ્રાહકો આગામી તહેવારોમાં મોટા એપ્લાયન્સિસના વેચાણને વેગ આપશે એવો અંદાજ છે. Paytm જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સને કુલ વેચાણમાં એપ્લાયન્સ કેટેગરીનું વેચાણ બમણી વૃદ્ધિ સાથે 20 ટકા થવાની શક્યતા છે. જ્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન આવી પ્રોડક્ટ્સ માટેની હેન્ડલિંગ અને સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરી રહ્યા છે.

રેડસીયર કન્સલ્ટિંગના જણાવ્યા અનુસાર તહેવારોમાં વાજબી ભાવની પ્રોડક્ટ્સ મોટા એપ્લાયન્સિસના વેચાણને વેગ આપશે. ફ્લિપકાર્ટને અંદાજ છે કે, તેના 40 ટકા ગ્રાહકો રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને AC જેવાં મોટાં એપ્લાયન્સિસ EMI પર ખરીદશે. એમેઝોનને પણ 30 ટકાથી વધુ ગ્રાહકો અને Paytmને 20-25 ટકા ગ્રાહકો આ કેટેગરીમાં ખરીદી કરે તેવી ધારણા છે.

Paytmના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે એફોર્ડેબિલિટી સર્વિસિસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું. અમારા વેચાણમાં તેનો હિસ્સો મોટો રહેશે. તહેવારો સિવાય મોટા એપ્લાયન્સિસનું યોગદાન અમારા કુલ વેચાણમાં 8-10 ટકા રહે છે. આગામી તહેવારોમાં તે વધીને 20 ટકા સુધી થવાનો અંદાજ છે.”