Home » Breaking News » ઈંધણની એક્સાઇઝ ઘટવાથી રાજકોષીય ખાધ વધવાનું જોખમ: મૂડીઝ

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ઈંધણની એક્સાઇઝ ઘટવાથી રાજકોષીય ખાધ વધવાનું જોખમ: મૂડીઝ

નવી દિલ્હી:મૂડીઝના મતે તાજેતરમાં ઈંધણના ભાવઘટાડાની રાજકોષીય ખાધ પર પ્રતિકૂળ અસર થશે, જે ભારત માટે ક્રેડિટ નેગેટિવ પુરવાર થશે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, “સરકારે ઈંધણના ભાવમાં ઘટાડો કરવા એક્સાઇઝ ડ્યૂટીનો કાપ મૂક્યો છે તે સરકારની આવકમાં ઘટાડો કરશે અને દેશની રાજકોષીય ખાધ વધારશે.”

ઉલ્લેખનીય છે કે, સરકારે ગયા સપ્તાહે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 1.50નો ઘટાડો કર્યો હતો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નફામાંથી લિટરે 1નો કાપ મૂકવા જણાવ્યું હતું. ઘણી રાજ્ય સરકારોએ પણ VATમાં પ્રતિ લિટર 2.50નો ઘટાડો કર્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાને કારણે 2018-’19ના બાકીના ભાગમાં આવક 10,500 કરોડ ઘટશે.

મૂડીઝે જણાવ્યું હતું કે, “સરકારના પગલાથી 2018-’19 માટે 3.3 ટકાની રાજકોષીય ખાધના ટાર્ગેટમાં ઘટાડાનું જોખમ વધશે. ઉપરાંત, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર લિટરે 1ના બોજથી તેમની નાણાકીય કામગીરી પર પ્રતિકૂળ અસર થશે.”