Home » Breaking News » તમામ NRIs માટે એક જ ઇન્વેસ્ટમેન્ટ રૂટની તૈયારી

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

તમામ NRIs માટે એક જ ઇન્વેસ્ટમેન્ટ રૂટની તૈયારી

મુંબઈ:ભારતમાં બિનનિવાસી ભારતીયો (NRIs) માટે એક જ ઇન્વેસ્ટમેન્ટ રૂટ હશે. ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એચ આર ખાનની આગેવાનીમાં રચાયેલી સેબીની સમિતિ NRI અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (PIS) રૂટને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) સાથે મર્જ કરવાનું સૂચવવાની યોજના ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલાનો હેતુ તમામ વિદેશી રોકાણકારો માટે સમાન નિયમ બનાવવાનો છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, “ઇન્વેસ્ટમેન્ટ રૂટના મર્જરને કારણે સેબીને ભારતમાં NRI રોકાણનું નિયમન કરવામાં મદદ મળશે. NRIs માટે અત્યારે કોઈ મોનિટરિંગ કે રિપોર્ટિંગ નથી, પણ આ પ્રસ્તાવ તેમને સેબી હેઠળ લાવશે. રોકાણકારો માટે આ ખાસ નુકસાનકારક નહીં હોય. કારણ કે તેમણે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)માં મર્જ થવું પડશે. વધુમાં FPIના નિયમો હેઠળ NRI રોકાણના વર્તમાન નિયમો દૂર થશે.

NRIsને અત્યારે ભારતીય બજારમાં વિવિધ સ્રોત દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કરવાની મંજૂરી છે. NRIs અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIOs)ને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (PIS) હેઠળ ભારતની કંપનીઓમાં સીધા રોકાણની મંજૂરી છે.