Home » Breaking News » બાંધકામ હેઠળના મકાનો પર 5% GST શક્ય

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

બાંધકામ હેઠળના મકાનો પર 5% GST શક્ય

નવી દિલ્હી:GST કાઉન્સિલ આગામી બેઠકમાં બાંધકામ હેઠળના ફ્લેટ્સ અને મકાન પર GST 5 ટકા કરે તેવી શક્યતા છે. અત્યારે વેચાણ વખતે કમ્પ્લિશન સર્ટિફિકેટ અપાયું ન હોય એવા બાંધકામ હેઠળની પ્રોપર્ટી અથવા તૈયાર ફ્લેટ્સના પેમેન્ટ પર 12 ટકા GST લેવામાં આવે છે. જોકે, વેચાણ વખતે કમ્પ્લિશન સર્ટિફિકેટ ઇશ્યૂ થઈ ચૂક્યું હોય એવા કેસમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ખરીદદારો પાસેથી GST લેવાતો નથી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર 12 ટકાનો GST દર બિલ્ડર્સ દ્વારા ઇનપુટ્સ પર ચૂકવાતા ટેક્સ દ્વારા આંશિક રીતે સરભર થાય છે. એટલે બાંધકામ હેઠળની પ્રોપર્ટીના ખરીદદારો પર GSTનો વાસ્તવિક ઇન્સિડન્સ 5-6 ટકા હોય છે. જોકે, બિલ્ડર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ગ્રાહકોને આપતા નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી 80 ટકા ઇનપુટ ખરીદતા બિલ્ડર્સનો GST ઘટાડી ૫ ટકા કરવાનો કાઉન્સિલ સામે પ્રસ્તાવ છે.”

અધિકારીએ જણાવ્યું હતું કે, બિલ્ડર્સ અત્યારે બાંધકામ માટેના ઇનપુટ્સનું પેમેન્ટ રોકડેથી કરે છે અને તેનો લાભ ગ્રાહકોને આપતા નથી. એટલે તેમને ઔપચારિક ચેનલમાં લાવવાની જરૂર છે. ફ્લેટ્સ અને હાઉસિસના બાંધકામ માટે વપરાતી સામગ્રી, કેપિટલ ગૂડ્ઝ અને ઇનપુટ સર્વિસિસ પર 18 ટકા GST લાગે છે. જ્યારે સિમેન્ટ પર 28 ટકા GST ચૂકવવો પડે છે.