Home » Breaking News » સ્મોલ-કેપ્સમાં ધોવાણ વચ્ચે ઘણા પેની સ્ટોકમાં 770% ‌વળતર

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સ્મોલ-કેપ્સમાં ધોવાણ વચ્ચે ઘણા પેની સ્ટોકમાં 770% ‌વળતર

કેલેન્ડર વર્ષ 2018માં દલાલ સ્ટ્રીટમાં વળતર મેળવવાનું મુશ્કેલ રહ્યું હતું. અને આશરે 85 ટકાથી વધુ શેરો બેન્ચમાર્ક સેન્સેક્સ કરતાં વધુ વળતર આપી શક્યા નથી. સ્મોલ-કેપ શેરોમાં ભારે ધોવાણ થયું હતું અને કેટલાક શેરોમાં 94 ટકા સુધી ઘટાડો થયો હતો. ગીતાંજલી જેમ્સ અને ક્વાલિટી જેવા જાણીતા મિડ-કેપ શેરો પેની સ્ટોક બન્યા હતા, જ્યારે ઓછા જાણીતા 20 જેટલા શેરોએ રોકાણકારોની સંપત્તિમાં નવ ગણો વધારો કર્યો હતો.

સ્ટોક બ્રોકિંગ કંપની દોલત ઇન્વેસ્ટમેન્ટે સંપત્તિસર્જનમાં મોટી સફળતા મેળવી છે. તેનો શેર ગયા વર્ષના અંત ભાગમાં 7.25 હતો, જે આશરે 769 ટકા ઊછળીને વર્ષના અંત સુધીમાં 63 થયો હતો. આ ઉપરાંત ઓરિએન્ટ ટ્રેડલિન્કમાં 656 ટકા, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટમાં 422 ટકા, થિન્ક ઇન સ્ટુડિયોમાં 402 ટકા, ગુજરાત પોલિ ઇલેક્ટ્રોનિક્સમાં 336 ટકા, આરએમજી એલોય સ્ટીલમાં 200 ટકા, એસપીએસ ઇન્ટરનેશનલમાં 178 ટકા અને ક્રાઉન ટૂર્સમાં 142 ટકાનું અસાધારણ વળતર મળ્યું હતું. સામાન્ય રીતે બજારમાં 10થી નીચા સ્તરે ટ્રેડ થતા શેરો પેની સ્ટોક તરીકે ઓળખાય છે.