Home » Breaking News » શ્રમસુધારાના વિરોધમાં આજથી કામદારોની બે દિવસની હડતાલ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

શ્રમસુધારાના વિરોધમાં આજથી કામદારોની બે દિવસની હડતાલ

નવી દિલ્હી:કામદાર વિરોધી પોલિસી અને એકતરફી શ્રમસુધારાને કારણે મંગળવારથી 20 કરોડ કામદારોએ બે દિવસની હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયન્સે સોમવારે આ જાહેરાત કરી હતી. AITUCના જનરલ સેક્રેટરી અમરજિત કૌરે જણાવ્યું હતું કે, “10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન્સે આવતીકાલ (મંગળવાર)થી દેશભરમાં બે દિવસની હડતાલ માટે હાથ મિલાવ્યા છે. અમારી ધારણા મુજબ 20 કરોડ કામદારો હડતાલમાં જોડાશે.”

કૌરે કહ્યું હતું કે, “ભાજપશાસિત કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ઔપચારિક અને બિનઔપચારિક ક્ષેત્રોના સૌથી વધુ કામદારો આ વખતે હડતાલમાં જોડાશે. ટેલિકોમ, આરોગ્ય, શિક્ષણ, કોલસો, સ્ટીલ, વીજળી, બેન્કિંગ, ઇન્શ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટ સહિતનાં સેક્ટર્સ હડતાલને ટેકો આપે તેવી શક્યતા છે.”

કૌરે જણાવ્યું હતું કે, “અમે વિરોધના ભાગરૂપે બુધવારે મંડી હાઉસથી સંસદ સુધી કૂચ કરીશું. દેશના અન્ય ભાગોમાં પણ આવો વિરોધ કરવામાં આવશે.” તેમણે કહ્યું હતું કે, “અમે ચર્ચા દરમિયાન શ્રમ સુધારા અંગે સૂચન કર્યા હતા, પણ કામદાર સંગઠનોની માંગ ફગાવી દેવામાં આવી હતી. અમે 2 સપ્ટેમ્બર, 2016ના રોજ હડતાલ પાડી હતી.