Home » Breaking News » બેંકિંગ, પોસ્ટ ઓફિસ સેવાઓ પર હડતાળની અસર

News timeline

Bhuj
14 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
19 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

બેંકિંગ, પોસ્ટ ઓફિસ સેવાઓ પર હડતાળની અસર

અમદાવાદ:સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં આપેલા બે દિવસીય હડતાળના પ્રથમ દિવસે ગુજરાતમાં પીએસયુ બેંકો તથા પોસ્ટ ઓફિસિસની કામગીરી પર આંશિક અસર પડી હતી.

ટ્રેડ યુનિયન લીડરના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 લાખથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા, જે ધારણા કરતાં વધુ સારો દેખાવ હતો એમ તેમણે ઉમેર્યું હતું. ટ્રેડ યુનિયન્સના અગ્રણીઓના જણાવ્યા મુજબ બેંકો, પોસ્ટ ઓફિસ અને એલઆઇસીની કામગીરી પર આને કારણે અસર પડી હતી. શહેરોમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક કામદારો પણ આ હડતાળમાં જોડાયા હતા. જેમાં આંગણવાડીના કર્મચારીઓ તથા આશા યોજના માટે કામ કરતાં કામદારો પણ જોડાયા હતા એમ સિટુના જનરલ સેક્રેટરી અરુણ મહેતાએ જણાવ્યું હતું.

મધ્યાહ્ન યોજનાના કામદારો પણ વિરોધમાં જોડાયા હતા. તેઓ કાયમી નોકરીની માંગણી કરી રહ્યા હતા. મહેતાએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ગુજરાતમાં પ્રથમવાર 10 લાખ કામદારો આ રીતે હડતાળમાં જોડાયા હોવાનું બન્યું છે.