મુંબઈ:છેલ્લાં ત્રણ વર્ષમાં એગ્રોકેમિકલ કંપનીઓના શેરો દબાણ હેઠળ રહ્યા પછી રિકવરીના માર્ગે છે. કૃષિ સેક્ટરમાં ખેડૂતોની આવક વધારવા માટે લેવાયેલાં પગલાંથી કંપનીઓને ફાયદો થવાની શક્યતા છે. ઇન્સેક્ટિસાઇડ્સ ઇન્ડિયા, એક્સેલ ક્રોપ કેર, શારદા ક્રોપકેમ, ધાનુકા એગ્રીટેક, રેલિસ ઇન્ડિયા અને મોન્સાન્ટો ઇન્ડિયા જેવા શેરો આગામી એક વર્ષમાં 20થી 50 ટકાની વચ્ચે વળતર આપે તેવી સંભાવના છે એમ એનાલિસ્ટ્સે જણાવ્યું હતું.
પ્રભુદાસ લીલાધરના એનાલિસ્ટ પ્રશાંત બિયાનીએ જણાવ્યું હતું કે, “ત્રણ વર્ષના ગાળા પછી એગ્રોકેમિકલ ઉદ્યોગમાં રિકવરીના સંકેત જોવા મળી રહ્યા છે. વેચાણવૃદ્ધિમાં વેગ આવ્યો છે અને વૈશ્વિક એગ્રો કેમિકલ ઉદ્યોગના વિસ્તરણની સાથે નફો વધ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે નિકાસ વધી છે તથા જંતુઓના પ્રમાણમાં પણ સ્ટ્રક્ચરલ વધારો થયો છે.”
તેમણે જણાવ્યું કે, “વધુ સારું ટાઇમિંગ, વરસાદનું અસંતુલન, ગયા વર્ષની સરખામણીમાં જંતુના આક્રમણની વધારે સંખ્યા, સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે લેવામાં આવેલાં પગલાં વગેરે પરિબળોના કારણે કૃષિ સેક્ટરમાં એગ્રોકેમિકલ્સના ઉપયોગમાં વધારો થયો છે.
We are Social