Home » Breaking News » અનેક FIs GIFT સિટીનું લાઇસન્સ ગુમાવે તેવી શક્યતા

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

અનેક FIs GIFT સિટીનું લાઇસન્સ ગુમાવે તેવી શક્યતા

મુંબઈ:કેટલીક વિદેશી બેન્કો અને ભારતીય બ્રોકરેજિસ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં કામ કરવાનું લાઇસન્સ ગુમાવે તેવી શક્યતા છે કારણ કે ગિફ્ટ સિટીમાંથી ઓપરેટ કરવાના એક મહત્ત્વના નિયમનું તેઓ પાલન કરી શક્યા નથી. ગિફ્ટ સિટીમાં સક્રિય નાણાકીય સંસ્થા માટે રૂપિયા કરતાં ડોલરમાં વધુ આવક મેળવવી ફરજિયાત છે. 

સરકારે 2018માં સ્પષ્ટતા કરી હતી કે ભારતીય કંપનીઓ કે વ્યક્તિઓને આપવામાં આવેલી સર્વિસ સામે ડોલરમાં મળેલી આવકને ગણતરીમાં નહીં લેવાય. તેથી ઘણી નાણાકીય સંસ્થાઓ હવે ગિફ્ટ સિટીમાં કામ કરવા માટે જરૂરી માપદંડનું પાલન કરી શકતી નથી જેની સ્થાપના સિંગાપોર અને હોંગકોંગ જેવા નાણાકીય સેન્ટર સાથે હરીફાઈ માટે કરવામાં આવી હતી. 

ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસ શરૂ કરનાર મોટા ભાગની બેન્કો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતીય એન્ટિટી અને વ્યક્તિઓને ડોલરમાં લોન આપતી હતી. તેઓ વિદેશી એન્ટિટીને ભાગ્યે જ કોઈ સર્વિસ આપે છે. તેવી જ રીતે ગિફ્ટ સિટીમાં ઓપરેટ કરતા મોટા ભાગના બ્રોકરેજિસ પણ ભારતીય ક્લાયન્ટને સર્વિસ આપે છે તથા પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ કરે છે જેથી નોન-રેસિડન્ટ ક્લાયન્ટ તરફથી ભાગ્યે જ કોઈ આવક મળે છે.