Home » Business » ફાર્મા શેર્સમાં પાંચ મહિનામાં 108 ટકા સુધીનું વળતર

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ફાર્મા શેર્સમાં પાંચ મહિનામાં 108 ટકા સુધીનું વળતર

અમદાવાદ:ભારતીય શેરબજાર છેલ્લાં કેટલાંક સત્રો દરમિયાન કોન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશ્યું હોય એમ જણાય છે ત્યારે લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર બની રહેલું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર બ્રોડ માર્કેટથી સારો દેખાવ દર્શાવી રહ્યું છે. 

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સે ચડિયાતો દેખાવ નોંધાવ્યો છે. જેમ કે એપ્રિલ મહિનાની શરૂથી ગુરુવાર સુધીમાં નિફ્ટીમાં 14.08 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી ફાર્મા 26.62 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. વ્યક્તિગત ફાર્મા શેર્સની વાત કરીએ તો તેઓ ૧૦૮ ટકા સુધીનો ઉછાળો સૂચવી રહ્યા છે. શેરબજાર પર લિસ્ટેડ મોટા ભાગના ફાર્મા શેર્સે અન્ય મિડ-કેપ્સની સરખામણીમાં સારો દેખાવ નોંધાવ્યો છે.

ફાર્મા શેર્સના છેલ્લા પાંચ મહિના દેખાવનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે સમગ્ર ક્ષેત્રમાં વ્યાપક ખરીદી જોવા મળી છે. કેલેન્ડર 2016 અને 2017 દરમિયાન માર્કેટથી ઊતરતો દેખાવ કર્યા બાદ આ ક્ષેત્રના શેર્સમાં ડિફેન્સિવ પ્લે જોવા મળ્યો હોય એમ જણાય છે. મૂળે નિકાસલક્ષી એવા ફાર્મા ક્ષેત્રને રૂપિયામાં ઘસારાનો લાભ મળે એ સ્વાભાવિક છે અને તેથી પણ રૂપિયામાં ઘસારા સાથે ફાર્મા શેર્સમાં લેવાલીમાં રસ વધ્યો હોય તેમ બની શકે છે.