Home » Business » ચાર દિવસના સપ્તાહમાં સેન્સેક્સ 38011 તૂટતાં 37622

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ચાર દિવસના સપ્તાહમાં સેન્સેક્સ 38011 તૂટતાં 37622

મુંબઈ : લોકલ ફંડોમાં સ્થાનિક રોકાણકારોના નેટ પ્રવાહના જોરે ભારતીય શેર બજારોમાં સતત નાણા પ્રવાહ ઠાલવીને શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને જાળવી રાખવાનો અને સાઈડ માર્કેટમાં તેજીનો સળવળાટ કાયમ રાખવાનો પ્રયાસ થતો જોવાઈ રહ્યો હતો. અલબત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોરચે પાછલા દિવસોમાં સતત ઊભરી આવેલા એકથી વધુ નેગેટીવ પરિબળોને અવગણીને સામા પ્રવાહે બજારના સેન્ટીમેન્ટને તેજીનું જાળવી રાખવાના પ્રયાસ થતાં જોવાયા છે.

એક તરફ અમેરિકા અને ચાઈનાનું ટ્રેડ વોર વધુ ઉગ્ર બની રહ્યું છે અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો તૂટતો રહીને ગત સપ્તાહમાં જ ૭૨ની સપાટી તોડીને નવા નીચા તળીયે ઊતરી ગયો હોવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૭૭ ડોલરની ઊંચાઈએ પ્રવર્તિ રહ્યા હોઈ ભારતના ઓઈલ આયાત બિલમાં જંગી વધારા અને પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવ રોજબરોજ અસહ્ય નવી ઊંચાઈને આંબતાં જાય છે, ત્યારે આગામી દિવસોમાં આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાની સાથે આયાત પર નિર્ભર કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ પણ બગડતું જોવાય એવી પૂરી શકયતા છે.

ચીન પર અમેરિકાના આકરાં ટેરિફ એડવાન્ટેજ ઈન્ડિયા હોવા સાથે જે કંપનીઓ વધુ આયાત પર નિર્ભર કંપનીઓના શેરોમાં રોકાણ હળવું કરીને ખૂબ જ સિલેકટીવ બનીને નિકાસ ફોક્સ કંપનીઓના શેરોમાં રોકાણ ફેરવવું આ તબક્કે સલાહભર્યું છે.ઈન્ડેક્સ બેઝડ બજારમાં ગમે તે ઘડીએ વધુ કડાકાની શકયતા સાથે નિકાસ ફોક્સ અને ડોલરની મજબૂતીએ નફાકારકતાં વૃદ્વિ શકય બને એવી મર્યાદિત કંપનીઓના શેરો પર ફોક્સ કરીને બજારમાં અન્ય તેજીના વેપારમાંથી હળવું થવું ખૂબ જરૃરી છે. જે સલાહ અહીં ફરી ફરીને આપીને રોકાણકારોને ચેતવવામાં આવે છે.