Home » Business » જેટ એરવેઝના 30 પાઇલટ્સનાં રાજીનામાં: હરીફ એરલાઇન્સ પાઇલટ્સને ખેંચી ગઈ

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

જેટ એરવેઝના 30 પાઇલટ્સનાં રાજીનામાં: હરીફ એરલાઇન્સ પાઇલટ્સને ખેંચી ગઈ

નવી દિલ્હી: જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે તાજેતરમાં રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને ₹36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં. આ અંગે જેટ એરવેઝને શુક્રવારે ઇ-મેઇલ મોકલ્યો હતો પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી.

કંપની પાસે 18 ATR વિમાનનો કાફલો છે જેમાંથી સાત વિમાન રિજનલ એરલાઇન ટ્રુજેટને વેટ લીઝ પર આપવાનાં છે. “લગભગ 30 ATR કમાન્ડર્સે રાજીનામાં આપી દીધાં છે. તેઓ એવી એરલાઇન્સમાં જોડાયા છે જ્યાં તેમને કારકિર્દીમાં આગળ વધવાની અને એરબસ 320 જેવાં મોટાં વિમાનો ઉડાવવાની તક મળતી હોય.” એમ જેટ એરવેઝના સિનિયર કમાન્ડરે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

આ પાઇલટ્સ એવી એરલાઇન્સમાં લાગ્યા છે જે એરલાઇન્સે તેમને ઊંચા પગારની સાથે સાથે કારકિર્દીમાં આગળ વધવાની ઓફર કરી હોય. કમાન્ડરે ઉમેર્યું હતું કે, આ ATR કમાન્ડર્સનાં રાજીનામાંને કારણે દક્ષિણ ભારત સ્થિત રિજનલ એરલાઇન ટ્રુજેટને ATR વિમાન ભાડે આપવાની જેટ એરવેઝની યોજના પર અસર પડી શકે છે.