Home » Business » એમેઝોનનો ફેસ્ટિવલ સેલ ફેશન બિઝનેસમાં સૌથી મોટો હશે

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

એમેઝોનનો ફેસ્ટિવલ સેલ ફેશન બિઝનેસમાં સૌથી મોટો હશે

મુંબઈ:એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેનો આગામી પાંચ દિવસનો સેલ ફેશન બિઝનેસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો સેલ હશે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં 3,000 વધારે બ્રાન્ડ ભાગ લેશે તથા 60 ટકા વધુ ફુલફિલમેન્ટ ક્ષમતા હશે. એમેઝોનના દાવા પ્રમાણે ઓનલાઇન ફેશન અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટના વેચાણમાં તે સૌથી મોટું પ્લેટફોર્મ છે. અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 10થી 15 ઓક્ટોબર સુધી ચાલશે જેમાં તે ફેશન બિઝનેસમાં નવા ગ્રાહકો મેળવવાની અપેક્ષા રાખે છે.

તેના પ્લેટફોર્મ પર દર ત્રણમાંથી એક નવો ગ્રાહક ફેશન મારફત આવે છે. એમેઝોન ઇન્ડિયાના ફેશન પોર્ટફોલિયોના વડા અરુણ સરદેશમુખે જણાવ્યું કે, “ચાલુ વર્ષમાં કેટલીક નવી ચીજો આવી છે. અમે 10 લાખ સ્ટાઇલ્સ માટે 21,000થી વધુ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે અને કુલ ઇન્વેન્ટરી લગભગ ચાર કરોડ યુનિટની છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ દિવાળીએ અમે બમણું કદ મેળવ્યું છે. ગયા વર્ષે પ્રાઇમ અમારા માટે નવું હતું પરંતુ હવે ત્રીજા ભાગનો બિઝનેસ પ્રાઇમ મેમ્બરશિપ દ્વારા થાય છે.”