Home » Business » બજારમાં તેજી માટે નિફ્ટીમાં 11,000 મહત્વની સપાટી

News timeline

India
34 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
57 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

બજારમાં તેજી માટે નિફ્ટીમાં 11,000 મહત્વની સપાટી

ડોલર સામે એશિયાનાં ચલણોમાં વધારાને પગલે સોમવારે ભારતનો રૂપિયો પણ નજીવો વધ્યો હતો. જોકે ડોલર સામે રૂપિયાએ આઠ વર્ષમાં એશિયામાં સૌથી ખરાબ દેખાવ કરવાના માર્ગમાં છે, કારણ કે 2018માં તેમાં આશરે નવ ટકા ધોવાણ થયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો અથવા એફપીઆઇએ ચાલુ વર્ષે અત્યાર સુધી આશરે 11 અબજ ડોલરનું ભંડોળ પાછું ખેંચી લીધું છે. તેનાથી બોન્ડના ભાવ પર દબાણ આવ્યું હતું અને તેની યીલ્ડમાં વધારો થયો હતો.

ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરમાં મોટો ઘટાડો થયો હતો, પરંતુ હવે તેમાં સ્થિરતા આવી રહી છે. જોકે ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત વાર્ષિક વધારો થવાની ધારણા છે, કારણ કે બજારમાં ઓવરસપ્લાયની ધારણા છે. અમેરિકા અને ચીન વચ્ચે સમજૂતીની ધારણાથી સેન્ટિમેન્ટને વેગ મળ્યો હતો.

આ મુદ્દાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં નરમાઈની ચિંતા હતી. સોનામાં આશ્ચર્યજનક મજબૂતાઈ રહી છે અને તે ફરી એકવાર સેફ હેવન બન્યું છે. ચાલુ વર્ષે મોટા ભાગના સમયગાળામાં સોનાના ભાવમાં સ્થિરતા રહી છે, પરંતુ બીજી મોટા ભાગની એસેટના ભાવમાં ધોવાણ થયું છે. સોનાના ભાવ છેલ્લા એક મહિનામાં આશરે 31,000ની નજીક મજબૂત રહ્યા છે.