Home » Business » ઇન્ફીની 11મીએ બેઠક: બાયબેક, સ્પે. ડિવિડન્ડની ચર્ચા કરશે

News timeline

Bhuj
20 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
24 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

ઇન્ફીની 11મીએ બેઠક: બાયબેક, સ્પે. ડિવિડન્ડની ચર્ચા કરશે

નવી દિલ્હી:ભારતની બીજી સૌથી મોટી IT સર્વિસિસ કંપની ઇન્ફોસિસે મંગળવારે બોર્ડ મિટિંગમાં શેર બાયબેક અને સ્પેશિયલ ડિવિડન્ડ સહિતના પ્રસ્તાવ પર વિચારણા કરવાની જાહેરાત કરી છે. ઇન્ફોસિસે BSEને જણાવ્યું છે કે, “કંપનીનું બોર્ડ 11 જાન્યુઆરી 2019ના રોજ પ્રસ્તાવ અંગે વિચારણા કરશે. જેમાં બાયબેક, સ્પેશિયલ ડિવિડન્ડ, કેપિટલ એલોકેશન પોલિસી સહિતના પ્રસ્તાવનો સમાવેશ થાય છે.”

કંપની 11 જાન્યુઆરીએ બોર્ડ મિટિંગ પૂરી થયા પછી નિર્ણયની સ્ટોક એક્સ્ચેન્જિસને જાણ કરશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ફોસિસ 11 જાન્યુઆરીએ ત્રીજા ક્વાર્ટરનું પરિણામ પણ જાહેર કરવાની છે. ઇન્ફોસિસના બોર્ડે ગયા વર્ષે એપ્રિલમાં જણાવ્યું હતું કે, કંપની શેરધારકોને 13,000 કરોડ સુધીની રકમ ચૂકવવાની છે. તેના માટે કંપનીએ શેર દીઠ 10નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

જૂન 2018માં ડિવિડન્ડની કુલ ચુકવણી લગભગ 2,600 કરોડ થઈ હતી. કંપનીએ એપ્રિલ 2018માં જણાવ્યું હતું કે, “કંપનીએ નાણાકીય વર્ષ 2019માં શેરધારકોને ચૂકવવા 10,400 કરોડ અલગ તારવ્યા છે. જોકે, આ રકમ કેવી રીતે ચૂકવાશે તેનો નિર્ણય બોર્ડ લેશે.” કંપનીએ જણાવ્યું હતું કે, “બોર્ડે ફ્રી કેશ ફ્લોના 70 ટકા સુધીની રકમ પરત કરવાની પોલિસી જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.”