Home » Business » વિપ્રોનો Q3 ચોખ્ખો નફો 5.8% ઘટીને રૂ.2,114 કરોડ

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
2 hours ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
4 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
6 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
6 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
8 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

વિપ્રોનો Q3 ચોખ્ખો નફો 5.8% ઘટીને રૂ.2,114 કરોડ

બેંગલુરુ:દેશની ત્રીજા ક્રમની સોફ્ટવેર નિકાસકાર કંપની વિપ્રોએ બુધવારે તેના ડિસેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 5.8 ટકા ઘટાડો નોંધાવતાં તેનો નફો રૂ.2,114 કરોડ નોંધાયો હતો. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં રૂ.2,246 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

બેંગલુરુ સ્થિત કંપનીએ આ ક્વાર્ટરમાં તેની આવકમાં 6.2 ટકા વધારો નોંધાવતાં આવક રૂ.13,764 કરોડ થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.12,951 કરોડ હતો તેમ બીએસઇ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું. આ રિઝલ્ટ ભારતીય એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે છે.

વિપ્રોના આઇટી સર્વિસિસ સેગમેન્ટની આવક 1,902.8 મિલિયન ડોલર નોંધાઈ હતી જે આઇએફઆરએસ પ્રમાણે વાર્ષિક ધોરણે જોતાં ક્રમિક ધોરણે 0.7 ટકા ઘટાડો અને વાર્ષિક ધોરણે 3.5 ટકા વધારો દર્શાવે છે.

જોકે કંપનીએ 1,916 મિલિયન ડોલરથી 1,955 મિલિયન ડોલરનું ગાઇડન્સ આપ્યું હતું તેના કરતાં આઇટી સર્વિસિસ સેગમેન્ટની આવક નીચી રહી છે. માર્ચ 2017 ક્વાર્ટર માટે વિપ્રોની અપેક્ષા પ્રમાણે આઇટી સર્વિસિસ બિઝનેસમાંથી આવક 1,922 મિલિયન ડોલરથી 1,941 મિલિયન ડોલરની રેન્જમાં રહેવાની શક્યતા છે.

વિપ્રોના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જતિન દલાલે જણાવ્યું કે, સીઝનલી નબળા ક્વાર્ટરમાં અમે ઓપરેટિંગ માર્જિનમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો નોંધાવ્યો છે અને શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા મજબૂત ઓપરેશનલ રોકડ પ્રવાહ નોંધાવ્યો છે.