Home » Business » ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ પટકાયો

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
3 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ પટકાયો

મુંબઈ: મંગળવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી શેરબજાર 360 પોઈન્ટ તૂટ્યું હતું. આજે સવારે ઈન્ટ્રા ડેમાં સવારે BSE સેન્સેક્સે 33,865.95 પોઈન્ટની નવી ટોચને સ્પર્શ કર્યો હતો. ગઈકાલે ક્રૂડમાં 2015 બાદનો સૌથી મોટો ઉછાળો નોંધાયા બાદ આજે ભારતીય શેર્સ, બોન્ડ્સ અને રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડ મોંઘુ થતાં ફુગાવો વધવાની આશંકાએ ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમા 33865.95 અને નીચામાં 33341.82 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 360.43 પોઈન્ટના ધોવાણ સાથે 33370.76 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 10,485.75 અને નીચામાં 10,340.80 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 101.65 પોઈન્ટ ઘટીને 10,350.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.47 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા.