Home » Business » વોડાફોન, આઇડિયા 5,000થી વધુ કર્મચારીની છટણી કરે તેવી શક્યતા

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

વોડાફોન, આઇડિયા 5,000થી વધુ કર્મચારીની છટણી કરે તેવી શક્યતા

મુંબઈ:વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સંયુક્ત રીતે તેમના 21,000થી વધુ કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગનાને બે-ત્રણ મહિનામાં છૂટા કરશે. બંને કંપનીઓના મર્જર બાદ વધુ કાર્યક્ષમ કંપની રચવા માટે વધારાના લોકોને દૂર કરવાની યોજના છે. બંને કંપની આવકના દબાણ વચ્ચે ભારે ખોટ કરી રહી છે તથા બંનેનું સંયુક્ત ઋણ 1,20,000 કરોડનું છે. મર્જરને હેન્ડલ કરી રહેલી નોડલ ટીમે આગામી કેટલાક મહિનાઓમાં ઓછામાં ઓછા 5,000 કર્મચારીઓ ઓછા કરવાની સૂચના આપી છે.

આ ઘટનાક્રમથી માહિતગાર એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, છટણીની પ્રક્રિયા ઝડપથી થઈ શકે કેમ કે ઋણનું ભારે દબાણ ધરાવતા ઉદ્યોગમાં માર્જિનના પ્રેશર વચ્ચે બંને કંપનીઓ કોઈ નવી કામગીરી શરૂ કરવા નથી માંગતી જેમાં વધારે કર્મચારીઓની જરૂર પડે. મર્જરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સિવાય તમામ મંજૂરીઓ મળી ગઈ છે. તે મે મહિનામાં ગમે ત્યારે સોદો પાર પાડે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સૂત્રોએ ઇટીને જણાવ્યું હતું કે, કર્મચારીઓના અપ્રેઝલની સીઝન દરમિયાન જે લોકો દેખાવની લઘુતમ જરૂરિયાતને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે તેમને છૂટા કરવામાં આવશે.