Home » Business » મોરેશિયસની કંપનીએ ન્યૂપાવરને 700 કરોડ ચૂકવ્યા

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
17 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
17 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

મોરેશિયસની કંપનીએ ન્યૂપાવરને 700 કરોડ ચૂકવ્યા

નવી દિલ્હી:કંપની મંત્રાલયની તપાસમાં મોરેશિયસની ડી એચ રિન્યુએબલ્સ દ્વારા દીપક કોચરની કંપની ન્યૂપાવર રિન્યુએબલ્સના 55 ટકા હિસ્સા માટે 398 કરોડનું રોકાણ ઊંચા વેલ્યુએશને કરવામાં આવ્યું હોવાનું મનાય છે. જેની સામે કોચરે 9 કરોડ અને સુપ્રીમ એનર્જીએ 43 ટકા હિસ્સા માટે 64 કરોડનું રોકાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂપાવર રિન્યુએબલ્સ ICICI બેન્ક દ્વારા વિડિયોકોન જૂથને અપાયેલી લોન અંગે થયેલા સગાવાદના આરોપોના કેન્દ્રસ્થાને છે. વિડિયોકોન જૂથના ચેરમેન વેણુગોપાલ ધૂતની કંપની સુપ્રિમ એનર્જીએ 2010માં ન્યૂપાવરને 64 કરોડની લોન આપી હતી, જેનું ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. CBIની તપાસ ઉપરાંત, આવકવેરા વિભાગે પણ મોરેશિયસની કંપનીઓ ફર્સ્ટ લેન્ડ અને ડી એચ રિન્યુએબલ્સ દ્વારા ન્યૂપાવરમાં કરાયેલા રોકાણની માહિતી માંગી છે.

માર્ચ 2017 સુધીના કંપની મંત્રાલયના ડેટા પ્રમાણે ડીએચ રિન્યુએબલ્સે 55 ટકા હિસ્સો ખરીદવા ₹398 કરોડનું રોકાણ કર્યું હતું. તેના આધારે ન્યૂપાવરનું વેલ્યુએશન લગભગ 700 કરોડ આંકવામાં આવ્યું હતું.