Home » Canada » ગુજરાતી સીનીયર્સ મંડળ ઓફ બ્રામ્પ્ટન દ્વારા પીકનીક સાથે ચોમાસાને વધાવાયું

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ગુજરાતી સીનીયર્સ મંડળ ઓફ બ્રામ્પ્ટન દ્વારા પીકનીક સાથે ચોમાસાને વધાવાયું

બ્રામ્પ્ટન : ગુજરાતી સીનિયર્સ મંડળ ઓફ બ્રામ્પ્ટન દ્વારા ગત તા. ૨૪મી જૂને પીકનીકનું આયોજન કરી ચોમાસાની ઋતુના આગમનને વધાવાયું હતુ. પાયલ કોફી પાર્કમાં ૨૨૫ સભ્યો રંગબેરંગી છત્રી અને રેઈનકોર્ટ પહેરીને પહોંચ્યા હતા.  પ્રાર્થના થયા બાદ ભારત અને કેનેડાના રાષ્ટ્રગીતનું ગાન કરી સભ્યોએ મેઘરાજાને આવકાર્યા હતા. હર્ષદભાઈ તથા તેમના ગૃપે તો સવારથી જ રસોઈની તૈયારી કરી હતી. જયારે દક્ષાબેન રાજાએ સૌને મસાલાવાળી ચા, દાલવડા અને બુંદીના લાડુ પીરસ્યા હતા. ૧૨ વાગ્યે મેઘરાજાની વિદાય થતાં વાદળીયા વાતાવરણમાં સૌ સભ્યોએ પાર્કમાં ફરવા નીકળ્યા હતા. જે બાદ તેઓએ મંદિરની મુલાકાત લીધી હતી. જે બાદ ગુજરાતી ફડના સૌજન્યથી સભ્યોએ પાંઉભાજી અને જલેબીની જયાફત ઉડાવી હતી. ત્યારબાદ બહેનોએ નાનકડા બેબી વેગનને શણગારી તેમાં ઠાકોરજીની પધરામણ કરાવી રથયાત્રા કાઢી હતી. સાથે જ કેટલીક બહેનોએ ગરબાની રમઝટ પણ જમાવી હતી. રથની આગળ સૌ નાચતા ગાતા મંજીરા વગાડતા પાર્કમાં ફર્યા હતા.

બપોરે શબ્દ અંતાક્ષરીમાં ગીત ગીતા ગાતા કેટલીક બહેનો નૃત્યના મુડમાં પણ જણાય હતી. જે બાદ સૌએ જોક્સ સાંભળતી હાસ્યરસનો આનંદ પણ લીધો હતો. અંતે મંડળના પ્રમુખ દક્ષાબેન રાજાએ મનુભાઈ પટેલ, તથા હર્ષદભાઈ અને કીચન કમિટીનો આભાર માન્યો હતો.