Home » Canada » વરસતા વરસાદમાં ગુજરાતી સીનિયર્સ સમાજની પીકનીક

News timeline

Gujarat
6 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
55 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

વરસતા વરસાદમાં ગુજરાતી સીનિયર્સ સમાજની પીકનીક

  • અંતાક્ષરી, બીંગે ગેમ, વોકીંગ તથા ગોષ્ઠિમાં ભાગ લઈ સભ્યોએ આનંદ માણ્યો

ઓન્ટેરિયો : ગત તા.૨૪-૬-૧૮ના રોજ ગુજરાતી સીનિયર્સની પીકનિક વરસતા વરસાદમાં લેકફ્રન્ટ, પ્રોમેડ એ હેમલ્ટન ખાતે યોજાઈ હતી. આ સમયે સવારથી જ મેઘરાજાએ મહેર કરતા વાતાવરણ આહલાદક બનતા સીનીયર્સોએ વરસાદનો પણ આનંદ માણ્યો હતો. સૌ પ્રથમ મેથીના ગોટા, ફાફડા, જલેબી, સંભારો તથા ચા કોફીની લિજ્જત સૌ સભ્યોએ માણી હતી. રસીલાબેન ગાજરિયાએ જનરલ નોલેજની ગેમ રમાડી સૌને ઈનામો આપ્યા હતા. સાથે જ રસપ્રદ પ્રશ્નોતરી થતાં ઉત્તરો પણ આપ્યા હતા. જે બાદ સમૂહમાં અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાતા બિપિનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ તથા મધુરીબેને મન મુકી ગીતો ગાયા હતા.

૧૧ વાગ્યે મેઘરાજાએ ખમૈયા કરતાં સૌ સભ્યો વોક પર નીકળ્યા હતા. જે બાદ ગૃપમાં બેસીને ગોષ્ઠિ  સાથે પત્તા રમવા બેસી ગયા હતા. બપોરના ભોજન બાદ વિક્રમભાઈ, ગોપાબેન, વિભાકર, જયંતીભાઈ મીઠીયાએ બીંગો ગેમ રમાડી વિજેતા સ્પર્ધકો હંસાબેન ભગત, કિશોરભાઈ ભારખડા, વિરેન્દ્ર ભટ્ટ તથા પ્રકાશ શાહ, નારાયણભાઈ શાહ તેમજ નારાયણ પરીખ અને પ્રેમીલાબેન મજિઠિયાને ઈનામો આપ્યા હતા. સંચાલક જયંતીભાઈ મીઠિયાએ સૌનો આભાર માન્યો હતો. ઉપપ્રમુખ કલાબેન પટેલે જયંતિભાઈ, ર્કીિતબેન મીઠીયા, મહેન્દ્ર ગોઠિયા, તથા સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.