Home » Canada » કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં ફેરફાર કરતાં ભારતના વિદ્યાર્થીઓને લાભ થશે

News timeline

Gujarat
4 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
53 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં ફેરફાર કરતાં ભારતના વિદ્યાર્થીઓને લાભ થશે

  • અભ્યાસ માટે હવે ભારતીય વિદ્યાર્થીઓને ૬૦ને બદલે ૪૫ દિવસમાં વિઝા

ટોરન્ટો : કેનેડાએ સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં ફેરફાર કરતાં હવે ભારતીય વિદ્યાર્થીઓને વધુ લાભ થશે. નવા નિયમ અંતર્ગત ભારત અને ત્રણ અન્ય દેશોના વિદ્યાર્થીઓને વધારે સરળતાથી અને જલ્દી વિઝા મળી શકશે. આમ, એક તરફ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને બીજી તરફ વિઝા પ્રક્રિયામાં વીતતા સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા નિયમો અંતર્ગત કેનેડાની સ્ટડી પરમિટ મેળવવા માટે પહેલા, જ્યારે ૬૦ દિવસ જેટલો સમય લાગતો હતો તે ઘટીને હવે ૪૫ દિવસ થઈ ગયો છે. UK અને USAના નિયમો કડક થવાને કારણે ભણવા માટે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. ૨૦૧૭માં ૮૩,૪૧૦ ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાની સ્ટડી પરમિટ મેળવી હતી, જે ૨૦૧૬ની સરખામણીમાં ૫૮ ટકા વધારે છે.

આ પહેલાં સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ લાગુ હતો. સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ (SPP) કેનેડાની માત્ર ૪૦ કોલેજોમાં અપ્લાય કરનારા વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડતો હતો. હવે ઈમીગ્રેશન, રેફયુજી એન્ડ સીટિઝનશિપ કેનેડા (IRCC)ના નિવેદન અનુસાર કેનેડાની દરેક માન્ય કોલેજને સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકે છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ભારતના ૮૩૪૧૦ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા જ્યારે ચીનના ૮૩૧૯૫ વિદ્યાર્થીઓએ આ ફાયદાનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારત, ચીન, વિયેતનામ અને ફિલિપિન્સ તે વિદ્યાર્થીઓ જે વિદેશમાં ભણવા માટે નાણાંકીય રીતે સક્ષમ છે અને ભાષાની જેમને સમસ્યા નથી તે નવા જાહેર કરવામાં આવેલા સ્ટુડન્ટ ડાઈરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. આમ, નવા પ્રોગ્રામ અંતર્ગત ભારત, ચીન, વિયતનામ અને ફિલિપિન્સને પ્રાથમિકતા આપવામાં આવી છે.