Home » Canada » ઈટોબીકોમાં મેહફીલ ગ્રુપનો સફળ સંગીતમય કાર્યક્રમ

News timeline

Gujarat
5 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
54 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

ઈટોબીકોમાં મેહફીલ ગ્રુપનો સફળ સંગીતમય કાર્યક્રમ

  • કલાકારોએ લગભગ પાંચ કલાક સુધી હિન્દી ફિલ્મોના ગીતો અને ગઝલોની રમઝટ જમાવી

ઓન્ટરિયો : ગત શનિવારે ઇટોબીકોના એક મીની બેંકયુએટ હોલમાં ટોરંટોના જાણીતા મેહફીલ ગ્રુપ અને ટોરન્ટો મ્યુઝિકલ ગ્રુપ દ્વારા એક સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જેમા ટોરન્ટો અને ય્છના કલાકારોએ પોતાની સૂરીલી અવાજોમાં ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતુ. કાર્યક્રમમાં લગભગ ૧૫૦ લોકો હાજર રહ્યા હતા. કલાકારોએ લગભગ પાંચ કલાક સુધી હિન્દી ફિલ્મોના ગીતો અને ગઝલોની રમઝટ બોલાવી હતી. ફિરોઝ ખાને પોતાની આગવી શૈલીમાં જોક્સ સંભળાવી લોકોને ખડખડાટ હંસાવ્યાં હતા. સરિતા, સુભા અને હિમાનીએ લતા મંગેશ્કર, આશાબેન, ગીતા દત્તના અને રાજીવ સૂદે હેમંત કુમાર અને તલત મહેમૂદના ગીતો ગાઈ તેઓને જીવંત કર્યા હતા. તેજસ જાની અને સાદિકે રફીના ગીતોની રમઝટ બોલાવી હતી.

ભરત વ્યાસે મન્ના ડે ના ગીતોથી બધાંને રસ વિભોર કર્યા હતા. શરૃઆતમાં ‘ઐ માલિક તેરે બંદે હમ’ પ્રાર્થના થઈ હતી.  મુખ્ય કાર્યક્રમ પહેલા રાજીવ શર્મા અને ભરત વ્યાસે તબલા, હાર્મોનિયમ અને વાંસળી પર ‘પંખ હોતી તો ઉડ આતી રે’ અને ‘આજા સનમ મધુર ચાંદનીમેં હમ’ ની ધૂનો વગાડી લોકોના મન મોહી લીધા હતા.  ફિરોઝ ખાન અને રાજીવ સૂદે મહેમાનોનું ‘ઈદ મુબારક’ કહી સ્વાગત કર્યું હતું.  ફિરોજ ભાઈએ કહ્યુંું કે, અત્યાર સુધીમાં મેહફીલ ગ્રુપે સાત નવા કલાકારો આપ્યા છે. નવા ગાયકોને મોકો આપવાના પ્રયાસ ચાલુ રહેશે. અંતમાં ફિરોજ ખાને સહુ કલાકારો, સ્પોન્સરો, મેહમાનો, સ્વયં સેવકો, મીડિયા, ઝી તવ, હોલના માલિકનો અને લલિત ઠાકર ભાઈનો આભાર માન્યો હતો. તેમણે આગામી કાર્યક્રમ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં યોજવાની જાહેરાત કરી હતી.