Home » Canada » હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા ફાધર્સ ડેની ઉજવણી

News timeline

Gujarat
2 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
51 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

હોલ્ટન ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા ફાધર્સ ડેની ઉજવણી

  • સંગઠનની ૨૦૧૮થી ૨૦૨૦ સુધીની કારોબારીની રચના કરાઈ
  • પ્રમુખપદે મીનાબેન ભટ્ટ અને ઉપ-પ્રમુખ તરીકે પીયુષભાઈ પટેલ તથા સેક્રેટરી તરીકે હસુબેન સ્થાનકિયાની વરણી

હોલ્ટન : એચ.જી.એસ.એસ.દ્વારા તા.૧૭મી જુન ૨૦૧૮ના રોજ ગ્રેસ એગ્લીકન ચર્ચમાં ફાધર્સ ડેની ઉજવણી કરાઈ હતી. આ સાથે જ નવી કારોબારીની રચના માટે મિટિંગ પણ થઈ હતી. શરૃઆતમાં પ્રાર્થના થયા બાદ સંગઠનના ઉપ-પ્રમુખ પીયુષભાઈ પટેલે સૌને આવકારી, ફાધર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવી હતી. સેક્રેટરી હસુબેન સ્થાનકીયાએ રામ-જન્મોત્સવ અને ગત વર્ષે થયેલા વિવિધ કાર્યક્રમોનો અહેવાલ આપ્યો હતો. ભુપેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭-૨૦૧૮ના વાર્ષિક હિસાબ અને અગાઉના ફંડના ટ્રાન્સફરની વિગતો આપી હતી. પૂર્વ-પ્રમુખ ભીખાભાઈ પટેલે જુનના બીજા રવિવારને ” ફાધર્સ ડે ” તરીકે ઉજવવા અંગે ભૂમિકા સમજાવી હતી. મીનાબેન ભટ્ટે જુનમાં જન્મ થયો હોય તેવા સુભદ્રાબેન પટેલ, ચંપાબેન પટેલ અને જ્યોતિબેન ભટ્ટને ગુલાબ ભેટ આપી શૂભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ ભીખાભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ અને રમણીકભાઈ રાચના માર્ગદર્શનમાં ૨૦૧૮-૨૦૨૦ની કારોબારીની રચના થઈ હતી. જેમાં પ્રમુખપદે મીનાબેન ભટ્ટ, ઉપ-પ્રમુખ તરીકે પીયુષભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હસુબેન સ્થાનકિયા, નાણાકીય સલાહકાર તરીકે ભુપેન્દ્રભાઈ મોદી અને કારોબારી સભ્યો તરીકે દિવ્યાબેન કાપડિયા, કલ્પનાબેન શાહ, રંજુબેન ખંડેરિયા, ભરતભાઈ પટેલ, કિર્તીભાઈ શાહની નિમણૂંક કરાઈ હતી. સર્વે સભ્યોને સુભદ્રાબેન પટેલે ગુલાબ ભેટ આપી, શુભેચ્છા પાઠવી હતી.  નવ-નિર્વાચિત પ્રમુખ મીનાબેન ભટ્ટે પૂર્વ-વહીવટી કમિટીના કાર્યોની સરાહના કરી હતી. સાથે જ સર્વે સભ્યોના સાથ સહકારથી સિનિયર્સ સમાજને નવી દિશા અને નવીન કાર્યો થકી, નવી ઉંચાઈએ  લઇ જવા ખાતરી આપી હતી.