Home » Canada » ક્યૂબેકમાં ચહેરાને ઢાંકવાના વિવાદાસ્પદ પ્રતિબંધને ફરીથી સ્થગિત કરાયો

News timeline

Gujarat
5 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
54 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

ક્યૂબેકમાં ચહેરાને ઢાંકવાના વિવાદાસ્પદ પ્રતિબંધને ફરીથી સ્થગિત કરાયો

  • કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા કેટલાક સંગઠનોની માંગણી

મોન્ટ્રીયલ – એક જજે કયૂબેકમાં નાગરિકોને તેમના ઢાંકેલા ચહેરા સાથે જાહેર સેવાઓ મેળવવા અથવા આપવાથી પ્રતિબંધિત કરતા એક વિવાદાસ્પદ કાયદાની જોગવાઈ પર ફરીથી એક વાર મનાઈ ફરમાવતો આદેશ આપ્યો છે. ક્યૂબેકની ઉપલી અદાલતના ન્યાયમૂર્તિ માર્ક-આન્દ્રે બ્લાનચાર્ડે ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે, જ્યાં સુધી આ કાયદો અદાલતી સમીક્ષામાંથી પસાર ના થાય ત્યાં સુધી આ કાયદાનો અમલ સંપૂર્ણ રીતે ન કરી શકાય, કારણ કે તે મુસ્લિમ મહિલાઓ માટે કયારેય ભરપાઈ ના થઇ શકે તેવા નુક્શાનનું કારણ બની શકે છે.

ધાર્મિક તટસ્થતા અંગે ક્યૂબેકના કાયદાની કલમ ૧૦, ઓક્ટોબર ૨૦૧૭માં પસાર થઈ હતી, જે દરેકને જાહેર સેવા પ્રાપ્ત કરતી અથવા આપતી વખતે તેમના ચહેરા બતાવવા માટે દબાણ કરે છે. નેશનલ કાઉન્સિલ ઓફ કેનેડિયન મુસ્લિમસ અને અન્ય જૂથોએ આ કાયદાને પડકાર્યો છે અને એવી દલીલ કરી હતી કે, આ કાયદો ધર્મની સ્વતંત્રતા અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. એક ન્યાયાધીશે ડિસેમ્બર ૨૦૧૭ માં જ્યાં સુધી સરકારે સ્પષ્ટ દિશાનિર્દેશો પ્રકાશિત કર્યા ન હતા જેના હેઠળ કોઈ ધાર્મિક આવાસ માટે અરજી કરી શકે છે ત્યાં સુધી કલમ ૧૦ સ્થગિત કરી દીધેલી.

ક્યૂબેક સરકારે મે મહિનામાં માર્ગદર્શિકાઓ પ્રકાશિત કરી હતી, જે ૧ લી જુલાઈના રોજ અમલમાં આવી હતી. ન્યાયાધીશ બ્લાનચાર્ડે ફેંસલો સંભળાવતા કહ્યું હતું  કે માર્ગદર્શિકાઓ પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ નથી, અને આવાસ પ્રક્રિયા કેવી રીતે લાગૂ થશે તે અંગે મૂંઝવણ અને અનિશ્ચિતતા હજુ પણ અસ્તિત્વમાં છે. નેશનલ કાઉન્સિલ ઓફ કેનેડિયન મુસ્લિમસ અને અન્ય જૂથો અદાલતને કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરે છે.