Home » Canada » પૂર્વીય કેનેડામાં સખત ગરમી

News timeline

Canada
2 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
10 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
12 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
14 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
16 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
18 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
18 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
19 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
20 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
21 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
21 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
22 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

પૂર્વીય કેનેડામાં સખત ગરમી

મોન્ટ્રીયલના આરોગ્ય અધિકારીઓએ તાજેતરના દિવસોમાં ઓછામાં ઓછા કેટલાક લોકોના મૃત્યુ માટે ભારે ગરમી અને ભેજને દોષી ગણાવ્યા હતા. ડો. માયલીન ડ્રોઉંઈને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મૃત્યુની તપાસ કરવામાં આવી છે અને તેનો સીધો સંબંધ સખત ગરમી સાથે છે. ડ્રોઉંઈને જણાવ્યું હતું કે, ભોગ બનેલા વ્યક્તિઓના પ્રોફાઈલ જેને સત્તાવાળાઓ જોખમી તરીકે વર્ણવ્યો છે તેની સાથે બંધ બેસે છે. લાંબી માંદગી અથવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓવાળા લોકો, એકલા રહેતા લોકો અને ઘરમાં એર કન્ડીશનીંગ વિના રહેતા લોકો તેમાં આવે છે. તેણીએ જણાવ્યું હતી કે, તાજેતરના દિવસોમાં એમ્બ્યુલન્સ સેવાઓની સંખ્યામાં વધારો થયો છે અને તે શહેરમાં ૨૦૧૦ માં જે બન્યું હતું તે ટાળવા માંગે છે, જ્યારે તીવ્ર ગરમીને કારણે ૧૦૬ લોકોના મૃત્યુ નોંધાયા હતા. કેનેડા દિવસના લાંબી સપ્તાહની રજાઓના અંત પછી દમનકારી હવામાન મધ્ય અને પૂર્વીય કેનેડાના મોટાભાગમાં છવાયેલું છે. દક્ષિણ ક્વિબેક પર ગરમ અને ભેજવાળી હવાના સમૂહ પણ ફેલાયેલા રહ્યા હતા.  સોમવારે દક્ષિણી ક્યૂબેક વાવાઝોડાથી ઘેરાયેલું હતું,જેના કારણે હજારો ઘરના લોકો અને ઉદ્યોગો વીજળી વિના રહ્યા હતા. પશ્ચિમ ક્યૂબેકના આઉટૌઉઇસ વિસ્તારમાં અને વધારામાં મોન્ટ્રીયલના ઉત્તર અને ઉત્તરપૂર્વ વિસ્તારમાં વીજળી ખોરવાઈ ગઈ હતી. પર્યાવરણ કેનેડાએ જણાવ્યું હતું કે, ટોરન્ટો સહિત દક્ષિણ ઓન્ટારીયોમાંના મોટાભાગના લોકો ગરમીની ચેતવણી હેઠળ રહે છે.