Home » Canada » મિલકત ખરીદી માટે હવે ચાઈનાના લોકોની પસંદગી મોન્ટ્રીયલ શહેર

News timeline

Gujarat
5 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
54 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

મિલકત ખરીદી માટે હવે ચાઈનાના લોકોની પસંદગી મોન્ટ્રીયલ શહેર

  • ટોરન્ટો અને વાનકુંવરમાં નવા કરવેરા લાદી દેવાતા માઠી અસર

વાનકુંવર : કેનેડામાં ચાઇનીસ લોકો ટોરોન્ટો અને વેનકુંવરમાં ખરીદતા હતા. પરંતુ આ શહેરોમાં વિદેશી ખરીદનારાઓ માટે નવા કરવેરા લાદવામાં આવતા તેમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે મોન્ટ્રિયલનું રિયલ એસ્ટેટ માર્કેટ ચાઇનીસ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જુવાઈ.કોમે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ચીની ગ્રાહકોએ ૧.૪૫ બિલિયન ડોલરની સંપત્તિ ખરીદી હતી. મોન્ટ્રિયલમાં મિલકત ખરીદવા તરફ લોકોનું આકર્ષણ ૮૪.૫% હતું. તેની અગાઉના વર્ષમાં આ પ્રમાણ ૪૩.૩% રહ્યું હતું. કેનેડાના મોટા શહેરોમાં મિલકત ખરીદવાનું પ્રમાણ ૨૦૧૭માં ૨૫% ઘટયું હતું. જે ૨૦૧૫ અને ૨૦૧૬ કરતા બમણું હતું. વેનકુંવરના મિલકત બજારમાં પુછપરછનું પ્રમાણ ૯.૩% વધ્યા બાદ ગયા વર્ષે આ પ્રમાણમાં ૧૮%નો ઘટાડો થયો હતો. ૨૦૧૬માં મેટ્રો વેનકુંવરમાં વિદેશીઓને મિલકત ખરીદવા પર ૧૫% કર આપવો પડતો હતો. નવી પ્રાંતીય સરકારે આ કર વધારીને ૨૦% કર્યો હતો જે વિક્ટોરિયા, નેનીમો, પ્રેસરવેલી અને મધ્ય ઓકાનનેગનમાં તેનો અમલ કર્યો હતો.

ગ્રેટર ગોલ્ડન હોર્સ શૂ કે જે નાયગરા પ્રદેશથી પીટરબરો સુધી ફેલાયેલઓ છે તેવા કેનેડાના નાગરિકો ના હોય અથવા કેનેડિયન કોર્પોરેશનના કાયમી નિવાસી ના હોય તેમના પર ૧૫% કર લાદવામાં આવ્યો હતો. એપ્રિલના પાછોતરા ભાગમાં પહેલી વખત કર લાદવામાં આવ્યો હતો ત્યારે વિદેશી ખરીદનારાઓએ પોતાના મકાનો વેંચવા કાઢયા હતા. જેનું પ્રમાણ ૪.૭% હતું એમ સ્ટેટિકસ કેનેડા જણાવે છે. એક નવા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વિદેશી ખરીદનારાઓ પર વધારાનો કર લાદવામાં નહિ આવે અને આ વર્ષે ન્યુઝીલેન્ડ એક માત્ર મિલ્કતમાં રોકાણ કરનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. અહેવાલનો લેખક કેનેડામાં મિલ્કતનો ભાવ વધવા માટે ચાઇનીસ ગ્રાહકોને જવાબદાર માને છે.