Home » Canada » કેનેડામાં નાગરિકતા નક્કી કરવા હજી જૂની વેબસાઇટનો ઉપયોગ

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

કેનેડામાં નાગરિકતા નક્કી કરવા હજી જૂની વેબસાઇટનો ઉપયોગ

  • વસાહતીના દેશની પૃષ્ટિ માટે ડીએનએ પરીક્ષણ પણ કરાય છે
  • ટ્રમ્પની નીતિને કારણે ૩૦ હજારથી વધુ શરણાર્થીઓ યુએસથી કેનેડા આવ્યાં

ઓટ્ટાવા : કેનેડાના વસાહતીઓ વિભાગના અધિકારીઓ ડી.એન.એ.નું પરીક્ષણ તથા વસાહતીઓ રાષ્ટ્રીયતા નક્કી કરવા માટે તેની જૂની વેબસાઇટનો ઉપયોગ કરે છે એમ કેનેડા બોર્ડર સર્વિસીસ એજેન્સીએ જણાવ્યું હતું.

સી.બી.એસ.એ.ના પ્રવક્તા જેયડન રોબર્ટસને જણાવ્યું હતું કે, એજન્સી લાંબા સમયથી અટકાયતી તરીકે રહેલા વસાહતીઓની રાષ્ટ્રીયતાની ઓળખ કરવા માટે ડી.એન.એ પરીક્ષણની જૂની પદ્ધતિનો ઉપયોગ કરે છે. રોબર્ટસને એક ઈમેઈલમાં જણાવ્યું હતું કે સી.બી.એસ.એ.ને વસાહતીઓની રાષ્ટ્રીયતાની ઓળખ માટેના કેટલાક પેરામીટર્સ પુરા પડે છે તેના આધારે અમે તપાસ આગળ વધારીએ છીએ. ખાસ કરીને તે કયાં દેશનો છે તે નક્કી કરવા માટે ડી.એન.એ.પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ આ પ્રક્રિયા એ અંગતતાનો પ્રશ્ન ઉભો કરે છે. જૂની વેબસાઈટ પાસે જે ડેટા છે તે બહાર પડી જવાનો ડર રહે છે અને તેથી રાજકીય દબાણ સરકાર ઉપર વધવા લાગ્યું છે. કેનેડાની લિબરલ સરકાર વસાહતીઓ સાથે જે રીતે કામ પાર પડી રહી છે તેનો વિરોધ થવા લાગ્યો છે. અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વસાહતીઓ માટેની જે નીતિ જાહેર કરી છે તેને કારણે જાન્યુઆરી ૨૦૧૭થી ૩૦૦૦૦થી વધુ શરણાર્થીઓ અમેરિકામાંથી કેનેડામાં આવ્યા છે.

વાઇસ ન્યૂઝના અહેવાલમાં વસાહતીઓના એક વકીલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, સી.બી.એસ.એ. તેના અસીલની તપાસ માટે જૂની પુરાણી વારસાગત ડી.એન.એ. પદ્ધતિનો ઉપયોગ કરે છે. કેનેડાના સત્તાવાળાઓ ફેમિલીટ્રીડીએનએ.કોમનો ઉપયોગ વસાહતીઓને હાંકી કાઢવા માટે કરે છે. આવી જ રીતે લાઇબેરિયાના નાગરિકને નાઈજિરીયાનો નાગરિક સમજી હાંકી કાઢવામાં આવ્યો હતો. કારણ કે, ડી.એન.એ.ના પરીક્ષણ અને લિન્ગ્યુલિસ્ટિક રિપોર્ટમાં ઉપર મુજબ દર્શાવ્યા મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ફેમિલીટ્રીડીએનએ.કોમ તરફથી એક ઈમેઈલમાં જણાવાયું હતુ, કે તે સીધેસીધા કેનેડાના કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ સાથે કામ કરતી નથી અને કેનેડાના તથા બોર્ડર એજેન્સીની કાર્ય પદ્ધતિથી પરિચિત નથી.