Home » Canada » યુરોપ, મધ્ય-પૂર્વ અને આફ્રિકાના લોકોને કેનેડાના પ્રવાસ માટે ફિંગર પ્રિન્ટ્સ આપવા પડશે

News timeline

Delhi
17 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

યુરોપ, મધ્ય-પૂર્વ અને આફ્રિકાના લોકોને કેનેડાના પ્રવાસ માટે ફિંગર પ્રિન્ટ્સ આપવા પડશે

  • બાયો-મેટ્રિક્સ સ્ક્રિનિંગ પદ્ધતિ દેશની સુરક્ષા માટે મહત્વની સાબિત થઈ

ઓન્ટેરિયો : મંગળવારથી યુરોપ, મધ્ય-પૂર્વ અને આફ્રિકાના જે પ્રવાસીઓ કેનેડામાં આવવા માટે ઇચ્છુક હોય તેમણે અરજી સાથે ફિંગર પ્રિન્ટ્સ ફરજીયાત મોકલવાનો કાયદો અમલમાં આવી રહ્યો છે. આ નિયમ કેનેડામાં અભ્યાસ માટે અથવા તો કેનેડાની સરહદો પરથી ન જવા માંગતા હોય તેવા દરેક પ્રવાસીને લાગુ પડે છે. હાલની વ્યવસ્થા મુજબ વિદેશી નાગરિકોને કેનેડામાં હવાઈ પ્રવાસ માટે પ્રિ-ઓથોરાઈઝેશન અને કેનેડામાં આગમનના સમયે બાયો-મેટ્રિક ચેકીંગ કરવાની વ્યવસ્થા છે. જેમાં કોઈ વ્યક્તિ કેનેડામાં આવવા ઈચ્છતો હોય તો તેની યોગ્ય તપાસ કરવા પ્રવાસી દસ્તાવેજોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવે છે.

બાયો-મેટ્રિક્સ સ્ક્રીનિંગ વ્યવસ્થા કેનેડાના નાગરિકોના રક્ષણ અને સલામતી માટે અસરકારક પુરવાર થઇ છે તથા કેનેડાની વસાહતી સિસ્ટમ સાથે એકસૂત્રતા જાળવવામાં પણ મદદરૃપ બની છે. પદ્ધતિસરનું ફિગર પ્રિન્ટ વેરિફિકેશન બોર્ડર સર્વિસ અધિકારીઓને પ્રવાસીની ઓળખ નક્કી કરવામાં મદદરૃપ બની છે એમ વસાહતી ખાતાના પ્રવક્તા શેનોન કેરે જણાવ્યું હતું. બાયો-મેટ્રિક્સ સ્ક્રિનિંગે ગુનેગાર લોકોની ઓળખ પણ વધુ સરળ બનાવી છે અને કેનેડામાં તેના પ્રવાસને રોકવાનું કામ સરળ બની ગયું છે. આ અગાઉની વ્યવસ્થામાં છેતરપિંડી, ચોરી તથા અન્ય વ્યક્તિના ઓળખપત્રનો ઉપયોગ કરીને કેનેડામાં ગુનેગારો પ્રવેશી જતા હતા અને તેમની ઓળખનું કામ બહુ મુશ્કેલ હતું.