Home » Canada » વસાહતીઓ માટે ઓકવિલે અને ઓન્ટોરિયો કેનેડાના ઉત્તમ શહેરો

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

વસાહતીઓ માટે ઓકવિલે અને ઓન્ટોરિયો કેનેડાના ઉત્તમ શહેરો

  • ઓનલાઈન સરવેમાં ૧૦ મુદ્દાઓ ટાંકીને ૪૧૫ શહેરોને રેન્કીંગ અપાયા
  • ટોરોન્ટો કેનેડામા આવતા લોકોની પ્રથમ પસંદગી

ઓન્ટેરિયો : એક નવા સર્વેક્ષણ મુજબ ઓકવિલે અને ઓન્ટોરિયો ૨૦૧૮ના વર્ષમાં વસાહતીઓ માટે ઉત્તમ શહેરો તરીકે જાહેર થયા છે. આ સર્વે ઓનલાઇન મેગેઝીન મનીસેન્સ તરફથી જાહેર કરાયો છે. જેમાં ઓકવિલેને ટોરોન્ટોની સમકક્ષ ગણવામાં આવ્યું છે. ટોરોન્ટો કેનેડામા આવતા લોકોની પ્રથમ પસંદગી છે. નવા કેનેડીયનોના રહેવા માટેના ઉત્તમ શહેરોમાં ટોરન્ટોને ૫મુ સ્થાન આપવામાં આવ્યું છે. કેનેડાના આ મેગેઝીન તરફથી મનીસેન્સ અહેવાલ દર વર્ષે જાહેર કરવામાં આવે છે તે કેનેડાના રહેવા માટેના ઉત્તમ સ્થળોના નામે તૈયાર કરવામાં આવે છે. ઓકવિલેનું નામ પણ બધી રીતે જોતા કેનેડાના બેસ્ટ સીટી તરીકે ગણવામાં આવે છે. આશરે ૨ લાખની વસ્તી ધરાવતું આ શહેર લેક ઓન્ટોરિયોના કિનારે આવેલું છે અને ટોરન્ટોની દક્ષિણ-પશ્ચિમે ૪૦ કી.મી. દૂર છે. મનીસેન્સ કહે છે કે અમીર લોકોના નિવાસસ્થાનો તથા મેગા મેન્શન તેમજ એફોર્ડબલ હાઉસિંગથી સંતુલિત આ શહેર આ અહેવાલમાં સ્થાન મેળવી શકયું છે. મનીસેન્સ તરફથી તેના અહેવાલ માટે ૧૦ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તેના આધારે કેનેડાના ૪૧૫ શહેરોને રેન્કિંગ આપવામાં આવ્યું છે.

આ મુદ્દાઓમાં સંપત્તિ અને અર્થતંત્ર, ખરીદ શક્તિ, વસ્તી વધારો,કરવેરા, સ્થાનિક પરિવહન, ગુનાખોરી, હવામાન, આરોગ્યસેવાની વ્યવસ્થા, સુવિધાઓ અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે.   સર્વે કહે છે કે, ઓકવિલેમાં લઘુમતીનો આંખોને વળગે એવો વધારો થયો છે. જે ૧૮% પરથી વધી ૩૧% થયો છે. જેમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૩૦% રહેવાસીઓ ઇંગ્લિશ અથવા ફ્રેન્ચ સિવાયની અન્ય ભાષાઓ બોલે છે એમ કેનેડાની હાલની વસ્તી ગણતરીમાં જણાવવામાં આવ્યું છે. કેનેડામાં નવા આવનારાઓ માટે સર્વે તરફથી જાહેર કરવામાં આવેલા ૫ ટોચના શહેરોમાં ઓકવિલે-ઓન્ટોરિયો, ઓટ્ટાવા-ઓન્ટોરિયો, મોન્ટ રોયલ-કયૂબેક, કિંગ-ઓન્ટોરિયો, ટોરોન્ટો-ઓન્ટોરિયોનો સમાવેશ થાય છે.