Home » Canada » કેન્દ્રીય નિયમોથી મોડગેજ ઉદ્યોગ નારાજ : રોજગારીમાં ઘટાડાની આશંકા

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

કેન્દ્રીય નિયમોથી મોડગેજ ઉદ્યોગ નારાજ : રોજગારીમાં ઘટાડાની આશંકા

  • ટેસ્ટ્સના નિયમોને કારણે હાઉસિંગ ઉદ્યોગમાં મંદી હોવાનો સંગઠનનો મત

ટોરન્ટો : કેનેડાના મોડગેજ ઉદ્યોગને ખરેખર કોઈ પણ રીતે ફેડરલ રેગ્યુલેટર્સ તરફથી જે નવા મોડગેજ સ્ટ્રેસ ટેસ્ટસના નિયમો ઘડી કાઢયા છે તે પસંદ નથી. કેનેડામાં મિલકત ગીરો રાખવા સંબંધી એક આખો ઉદ્યોગ ચાલી રહ્યો છે જેમાં મોટાપાયે રોજગારી મળી રહે છે અને કેનેડાના લોકો સરળતાથી મકાન ગીરવે રાખી જીવન નિર્વાહ કરી શકે છે. મોડગેજ ઉદ્યોગની મહત્વની સંસ્થા મોડગેજ પ્રોફેશનલ્સ કેનેડા તરફથી આ સપ્તાહે ટેસ્ટ્સના જે નિયમો તૈયાર કરવામાં આવ્યા છે તેની અસર સંબંધે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રોષભર્યા ટોનથી જણાવવામાં આવ્યું છે કે, સ્ટ્રેસ ટેસ્ટ્સને કારણે આ વર્ષે હાઉસિંગ માર્કેટમાં મંદી જોવા મળે છે અને અંદાજે બાંધકામ ઉદ્યોગમાં કામકાજ ઘટી જતા આગામી ત્રણ વર્ષ દરમિયાન ૨ લાખ રોજગારીઓનો ઘટાડો થશે. કેનેડાના આશરે ૧૮% સંભવિત ઘર ખરીદનારાઓ સ્ટ્રેસ ટેસ્ટ્સને કારણે તેમની પસંદગીના મકાનો મેળવવામાં નિષ્ફળ જશે. તેનો અર્થ એ થયો કે, આવા લોકોએ સસ્તા મકાનો ખરીદવા પડશે અથવા તો મોંઘા ભાવના મકાન ખરીદી શકે તે માટે ડાઉન પેમેન્ટની રકમ ઉભી કરવા બચત કરવી પડશે.

એક અર્થ-શાસ્ત્રી વીલ ડનીંગના અંદાજ મુજબ આ અહેવાલમાં નોંધાયું છે કે, હવે આવા ખરીદનારાઓને આશરે ૨૯૦૦૦ ડોલરની ખોટ પડશે. આ ઉદ્યોગના અનેક અગ્રણીઓના જણાવ્યા મુજબ સ્ટ્રેસ ટેસ્ટ્સના નિયમ મુજબ લોન ધારકે પાંચ વર્ષ અગાઉ મોડગેજ માટેના જે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતા ૨% વધુ દરે વ્યાજ ચૂકવવા માટેની ક્ષમતા પુરવાર કરવી પડશે. કેનેડાના મોડગેજ વ્યવસાયીઓ સૂચવે છે કે, કેનેડાની બેંકોએ ટેસ્ટ્સ માટેના વ્યાજ દરોમાં ૦.૭૫%નો ઘટાડો કર્યો છે. આ ગ્રુપનો અહેવાલ તેનાથી પણ કંઈક વધુ જ સૂચવી રહ્યો છે. અહેવાલ જણાવે છે કે નવા કેન્દ્રીય કાયદાઓ વધુ સખત છે પરિણામે કેનેડાના મોડગેજ ઉદ્યોગ માટે જોખમ ઉભું થયું છે. આ નવા નિયમોને કારણે કાયમી ધોરણે ભાડાના મકાનમાં રહેતી એક નવી પેઢી ઉભી થશે અને એક સારું મકાન ખરીદવા માટે નાણાં મેળવવામાં વધુ મુશ્કેલી પડશે.