Home » Canada » જાતીય-શિક્ષણના અભ્યાસક્રમનો ઓન્ટોરિયો શાળા બોર્ડ દ્વારા વિરોધ

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

જાતીય-શિક્ષણના અભ્યાસક્રમનો ઓન્ટોરિયો શાળા બોર્ડ દ્વારા વિરોધ

  • સત્તાધીશોના નિર્ણયથી જાતીય માનવ અધિકારનો ભંગ થતો હોવાની રાવ

ઓન્ટેરિયો : ઓન્ટોરિયોની શાળાઓના બોર્ડના પ્રવક્તાઓએ પ્રાંતોમાં બે દાયકા જૂનો જાતીય શિક્ષણ આપતો અભ્યાસક્રમ ફરીથી શરુ કરવાના મંત્રીના નિર્ણય સામે વિરોધનો સુર ઉઠયો છે. આ નિર્ણય સામે વિરોધ કરનારાઓનું કહેવું હતું કે, જાતીય અથવા તો સમલૈંગિક પરિવારોની ચર્ચાની અવગણના કરી બોર્ડ માનવ અધિકાર કાયદાઓનો ભંગ કરી રહ્યું છે. શાળાના સંગઠને હવે શિક્ષણ પ્રધાનને અપીલ કરી પૂછયું છે કે શિક્ષણ શાસ્ત્રીઓ આ કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે કે જે સરકારના ચાવીરૃપ પ્રધાનો ગૂંચવાડા ભર્યા સંદેશો આપે છે. આ અગાઉ ૧૯૯૮માં જાતીય શિક્ષણનો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૪ સુધી તે ચાલુ રહ્યો હતો. જેમાં સહમતી, સાઇબર બુલિંગ, સેક્સટીન અથવા સજાતીય લગ્નો વિષે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

શિક્ષણ પ્રધાન લીઝા થોમ્પસન કે જેઓ જુલાઈ મધ્યથી પત્રકારોને રમાડી રહ્યા છે તેમણે સોમવારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં શિક્ષકો જે ભણાવતા હતા તેજ ફરીથી ભણાવવાનું ચાલુ રાખશે અને તેઓ આ અભ્યાસક્રમથી પરિચિત છે. અમે વાલીઓ તરફ આદરની લાગણી ધરાવીએ છીએ અને તેથી હાલમાં જૂનો અભ્યાસક્રમ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે નવા અભ્યાસક્રમ વિરુદ્ધ જોરશોરથી થઇ રહેલો વિરોધ અમારી જાણમાં છે અને આ બાબત સ્પષ્ટ કરે છે કે વાલીઓ આ અગાઉની લિબરલ સરકારે જે દિશાસૂચન કર્યું હતું તેનાથી ખુશ નહોતા. તેથી વાલીઓની વાત સાંભળીને અમારી સરકારે આ નિર્ણય કર્યો છે.