Home » Canada » ફેસબુક પર ધિક્કાર ફેલાવતી પોસ્ટ બદલ બે મહિલા સામે આરોપનામું

News timeline

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

ફેસબુક પર ધિક્કાર ફેલાવતી પોસ્ટ બદલ બે મહિલા સામે આરોપનામું

  • બે વાહનો અથડાયા બ ાદ ભારતીય વિરુદ્ધ ટીપ્પણી થતાં જ તરત જ કાર્યવાહી

ટોરન્ટો : ઉત્તર મેનિટોબામાં બે મહિલાઓએ સોશ્યિલ મીડિયા પર શૂટ અ ઇન્ડિયન ડે નામની ધિક્કાર ફેલાવતી પોસ્ટ કરતા તેમના ઉપર ઉશ્કેરણી અને ધિક્કારના ગુના અંતર્ગત આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. ફલીન ફલોન ખાતે બે વાહન અથડાઈ પડતા બે મહિલાઓએ ફેસબૂક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે તેમ આર.સી.એમ.પી. તરફથી જણાવવામાં આવ્યું હતું. પોલીસ હજુ સુધી તેમની ઓળખ આપી શકી નથી અને જ્યાં સુધી આ મહિલાઓ વિરુદ્ધ અદાલતમાં વિધિવત આરોપનામું રજુ કરવામાં ન આવે ત્યાં સુધી તેમની ઓળખ આપવાનું શકય નથી. પ્રાથમિક આરોપનામામાં જણાવવામાં આવ્યું છે કે, જાહેરમાં ધમકી આપવી અને ધિક્કારની લાગણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  આ સપ્તાહની શરૃઆતમાં ડેસ્ટીન સ્પિલરના ફેસબૂક એકાઉન્ટ પરથી કારની અથડામણ વાળા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશી લોકોને મારી નાખવા જોઈએ. એક અન્ય પોસ્ટમાં પણ શૂટ અ ઇન્ડિયન ડે નો ઉલ્લોખ હતો.

ફેસબુક પર એક અન્ય યુઝરે આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સાફ સફાઈ કરવાનો આ સમય છે. એક મહિલાએ કહ્યું હતું કે હું જયારે ઘરે જઈશ ત્યારે કેટલાક ભારતીયોને મારી નાખીશ. તેને જવાબ મળે છે કે એ સફાઈ કરનારી છોકરી ચાલ બુડવાઇઝર અને કેટલાક ગન શોટ મેળવી લે. ફલીન ફલોન ખાતે આવેલી અર્બન ટ્રેન્ડ્સ હર સ્ટુડિયો નામની સલુને તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મૂકી હતી કે અમારે ત્યાં સોસીયલ મીડિયા પોસ્ટ કરનાર એવો કોઈ કર્મચારી નથી. અમે ઝીરો ટોલરન્સની નીતિમાં માનીએ છીએ અને કોઈ પણ પ્રકારના ભેદભાવ કે જાતિવાદમાં માનતા નથી. એરિયા સ્કૂલ ડિવિઝને પણ આ ઓનલાઇન મેસેજને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, આ મહિલાઓમાંની એક મહિલા આ અગાઉ ત્યાં કામ કરી ચુકી છે.