Home » Canada » મ્યાનમારના નેતા આંગ સાન શૂ કીને કેનેડિયન મ્યુઝિયમમાંથી દૂર કરાશે

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
60 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

મ્યાનમારના નેતા આંગ સાન શૂ કીને કેનેડિયન મ્યુઝિયમમાંથી દૂર કરાશે

  • માનવઅધિકારોનું ઉલ્લંઘ થતાં કેનેડા રોહિંગિયા એસો.ને નારાજગી વ્યક્ત કરી

વિનિપેગઃ મ્યાનમારના નેતા આંગ સાન શૂ કીને તેણીના દેશના રોહિંગિયા મુસ્લિમોને માનવતાવાદી કટોકટીનો સામનો કરવો પડતો હોવાને કારણે કેનેડિયન મ્યુઝિયમ ફોર હ્યુમન રાઇટ્સના પ્રદર્શનમાંથી દૂર કરાશે. વિનીપેગના મ્યુઝિયમે જાહેરાત કરી છે કે, તે માનવ અધિકારના સંરક્ષક અને સીમાચિહ્ન રૃપી કાર્ય કરનારા લોકો યાદીમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને સમાવાયા છે. પરંતુ મ્યાનમાર નેતાની મોટી છબી માનદ કેનેડિયન લોકોની ગેલેરીના પ્રદર્શનમાં જારી રહેશે. પરંતુ છબી આસપાસની લાઇટ ધૂંધળી કરવામાં આવી છે અને વર્તમાન માનવતાવાદી કટોકટીને દર્શવતો એક સંકેત તેની સામે મૂકવામાં આવ્યો છે. કેનેડાના રોહિંગિયા એસોસિએશનના પ્રમુખ અનવર અરકાનિએ બુધવારે જણાવ્યું હતું કે, આંગ સાન શૂ કી માનવ અધિકાર માટે સીમાચિહ્નન રૃપી મૂર્તિ નથી. તો પછી શા માટે તેણીને ત્યાં રાખવામાં આવી છે ? તે એક સંપૂર્ણ જુલમી શાસક છે, તેણીને ત્યાં રાખવા વિશે કોઈ પ્રશ્ન જ નથી. શા માટે તમે તેણીને ઘણા બધા માનનીય લોકો સાથે સંગ્રહાલયમાં રાખો છો. જે આ મહિલાની હાજરીથી કલંકિત થાય છે.

કેનેડાનું રોહિંગિયા એસોસિએશન ઓફ કેનેડા પહેલેથી જ શૂ કીના તમામ સંદર્ભોને મ્યુઝિયમમાંથી દૂર કરવા માંગણી કરી રહ્યું હતું. અરકાનિએ જણાવ્યું હતું કે, આ યોગ્ય દિશામાં એક પગલું છે. મ્યાનમારમાં છેલ્લા ઓગસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જ્યારે મ્યાનમારના લશ્કરે રોહિંગિયા બળવાખોરો દ્વારા પોલીસ પરના હુમલાના પ્રતિભાવમાં હિંસક કાર્યવાહી કરી ત્યારે તેણી પર  માનવ અધિકારોના વ્યાપક ઉલ્લંઘનના આક્ષેપ થયા હતા.