Home » Canada » ઇલોરા ગોર્જ ખાતે ગુજરાતી સિનીયર્સ સમાજની પીકનીક

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
60 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

ઇલોરા ગોર્જ ખાતે ગુજરાતી સિનીયર્સ સમાજની પીકનીક

  • સભ્યોની વર્ષગાંઠ, મેરેજ એનેવર્સરીની ઉત્સાહભેર ઉજવણી
  • બિંગો ગેમ રમાડી વિજેતાઓને ઈનામો અપાયા

ઓન્ટેરિયો : ગત તા.૨૨-૭-૨૦૧૮ને રવિવારે ગુજરાતી સિનિયર્સ સમાજની પીકનીક ઇલોરા ગોર્જ ખાતે યોજાઈ હતી. ૧૩૦ જેટલાં સભ્યોએ પીકનીકનો આનંદ મેળવ્યો હતો. સવારે ૮ વાગ્યા પહેલા મિસીસાગા વેલી પર સભ્યો સમયસર આવી પહોંચ્યા હતા. જે બાદ બે બસ દ્વારા ઉત્સાહસભર પ્રયાણ કર્યું અને લગભગ ૧૦.૩૦ વાગે ઇલોરા ગોર્જ પહોંચ્યા હતા. જયાં ગરમાગરમ ચા, કોફી, ગાંઠિયા, ચેવડો, કડક પૂરીનાં નાસ્તાની મઝા માણી બધા વોક માટે નીકળી પડયા હતા. સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ કનુભાઈ પટેલ તથા સવિતાબેનની વર્ષગાંઠ ૮૫મી વર્ષ તથા સભ્યોની મેરેજ એનિવર્સરીની ગીતોના ગાન સાથે ઉજવણી થઈ હતી.

જે બાદ બધાને મોહનથાળ, ચણાનું શાક, સૂકી ભાજી (બટાટાની), કોબીજનો સંભાર, પેટિસ, ફ્રૂટી, ભાત, પાપડ તથા છાસ આપવામાં આવ્યા હતા. આજની કેક કલાબેન પટેલ તથા ર્કીિતબેન મીઠિયા તરફથી હતી જે કનુભાઈએ કાપી હતી. બિંગો ગેમ વિક્રમભાઈ વિભાકર તથા ગોપાબેન અને જયંતિભાઈ મીઠીયાએ રમાડી વિજેતાઓને ઈનામ આપ્યા હતા. ઉપપ્રમુખ કલાબેને જયંતિભાઈ મીઠિયા, મહેન્દ્રભાઈ ગોધિયા, મધુભાઈ ગજેરિયાનો તથા આજનું જમણ આપનાર કનુભાઈ પટેલ, સવિતાબેન પટેલ, મદદરૃપ લતિકાબેન અમીન સહિત સર્વેનો આભાર માન્યો હતો.