Home » Canada » ગુજરાતી સીનિયર્સનો સમર કેમ્પ : સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગીત-સંગીતની ગૂંજ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ગુજરાતી સીનિયર્સનો સમર કેમ્પ : સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ગીત-સંગીતની ગૂંજ

  • સભ્યોની એનીવર્સરીની ઉજવણી સાથે ભજનો, ગઝલો અને દેશભક્તિના ગીત ગવાયા

ઓન્ટેરિયો : મેન્સફિલ્ડ મુલમુર ઓન સ્થળે ગુજરાતી સીનિયર્સના માજી પ્રમુખ કનુભાઈ પટેલ તથા શ્રીકાંત ગાંધી, મુકેશ ગજેરિયાએ તા. ૧૩-૮-૧૮થી ૧૬-૮-૧૮ સુધી કેમ્પનું આયોજન કર્યું હતુ. સવારે ૮ વાગ્યે મિસીસાગા વેલી ખાતે એકત્ર થયેલા ૫૬ સભ્યો ૧૦.૩૦ વાગ્યે મેન્સફિલ્ડ પહોંચ્યા હતા. સૌપ્રથમ કનુભાઈ તથા શ્રીકાંતભાઈએ અહીંના વાતાવરણને લગતા તથા કેમ્પમાં સફાઈ અંગેના સૂચનો કર્યા હતા. ચારેય દિવસ યોગા, વોક, ચા-નાસ્તો, કસરત અને જમવા તથા સ્વીમીંગના કાર્યક્રમનું આયોજન થયું હતુ. ગુરુવારે અરૃણાબેન રામૈયા તથા ક્રિષ્ણાબેન ગજેરિયાએ બિંગોગેમ રમાડી વિજેતાઓને ઈનામો આપ્યા હતા. કુસુમબેન પટેલની લગ્ન તિથિ હોવાથી પતિ માટે સ્વરચિત કાવ્યનું પઠન કરાયું હતુ. સ્વ : રામભાઈ પટેલની જીવન ઝરમર જયશ્રીબેન ભટ્ટે કહી હતી. તા. ૧૬મીએ અટલ બિહારી વાજપેયીને સૌએ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. મેદાનમાં ૧૫મી ઓગષ્ટની ઉજવણી બાદ ભારતી ગાંધી તથા ભારતી ગજેરિયાએ ત્રણ ટીમો પાડી રમતો રમાડી હતી. જેમાં પ્રથમક્રમે ઈન્ડિયા, દ્વિતિયક્રમે કેનેડા અને તૃતિય ક્રમે આફ્રિકાની ટીમ રહી હતી. ત્યારબાદ અંતાક્ષરી અને કાર્ડ ગ્રુપમાં વાર્તાલાપ થયા પછી પંચમતિયાએ પાડોશી નાટક રજૂ કર્યું હતુ. જેમાં મનુભાઈ, કલ્પનાબેન પટેલ, વિજયાબેન તથા કૈલાસબેન, ક્રિષ્નાબેન, વિભૂતિબેન તથા જયશ્રીબેને ભાગ લીધો હતો. આ સાથે પ્રમુખ કિરીટ પટેલની ૪૭મી એનેવર્સરી હોવાથી તેમણે બધાને મો મીઠું કરાવ્યું હતુ. ૧૫મી ઓગષ્ટ નિમિત્તે નિલેશ પટેલના ગ્રુપે સંગીતનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભજનો, ગઝલો, દેશભક્તિ ગીતો રજૂ થયા હતા.