Home » Canada » કેનેડામાં માત્ર જન્મ જ થયો તો નાગરિકત્વ નહીં : ટોરી પ્રતિનિધિ મંડળ

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કેનેડામાં માત્ર જન્મ જ થયો તો નાગરિકત્વ નહીં : ટોરી પ્રતિનિધિ મંડળ

  • હેલિફેક્ષ ખાતે મળેલી બેઠકમાં ઠરાવ અંગે જનપ્રતિનિધિઓ વચ્ચે મતભેદ બહાર આવ્યો
  • પાતળી બહુમતિ સાથે ઠરાવને મંજૂરી મળી, દરખાસ્તને કાયદાનું સ્વરૃપ આપવા સરકાર સમક્ષ મોકલાશે

હેલિફેક્સ : શનિવારે ટોરીની પાર્ટીની નીતિ ઘડી કાઢવા માટે મળેલી એક બેઠકમાં પ્રતિનિધિઓ તરફથી કેનેડાનો મૂળ વતની ન હોય કે તેમના વાલીઓ કેનેડાના કાયમી નિવાસી ન હોય એવાં નાગરિકોને ત્યાં બાળકો માત્ર જન્મ થયો હોય તેને કેનેડાનું નાગરિકત્વ આપવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. હાલમાં જે કોઈ બાળકો કેનેડામાં જન્મ્યા હોય તેને કેનેડાનું નાગરિકત્વ આપવામાં આવે છે, તેને કારણે કેનેડામાં બર્થ ટુરીઝમ-જન્મ પ્રવાસનનો વિકાસ થયો હોય એવું થયું છે જે ચિંંતા ઉપજાવે છે. આ માટે રજુ કરવામાં આવેલા ઠરાવ અંગે મતદાન સમયે બ્રિટિશ કોલમ્બિયાના સાંસદ એલિસ વોંગે ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો અને કહ્યું હતું કે, પાસપોર્ટ બેબીઝ- માત્ર પાસપોર્ટ માટે જન્મેલાં બાળકો આપણા સંસાધનો પર બોજ બને છે જે કેનેડાની માતાઓ માટે ખતરારૃપ બની જાય છે. વોંગે હેલિફેક્ષ કન્વેન્શન  સેન્ટર ખાતે  એકત્ર થયેલાં ૩૦૦૦ લોકોના ટોળાને  સંબોધન કરતાં કહ્યું હતું કે, આપણે આપણા પોતાના બાળકો માટે લડવું જોઈએ. ક્યૂબેકના લોયરે પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, ‘કહેવાતી સમસ્યા માટે આ દરખાસ્ત વધુ પડતી સખત છે.

તેમણે ચેતવણી આપી હતી કે આ ઠરાવને કારણે  કેનેડામાં સ્ટેટ લેસ ચિલ્ડ્રન-રાજ્ય વિના નાબાળકો પેદા થશે. આલ્બર્ટાના સાંસદ દિપક ઓબ્રાઇએ પ્રતિનિધિઓને યથાવત સ્થિતિ જાળવી રાખવાની વિનંતી કરી હતી. ઓબ્રાઇએ કહ્યુ હતું કે, આ ઠરાવ સમાનતાના બંધારણીય અધિકારોનો ભંગ કરે છે કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે કેનેડામાં જન્મેલી હોય તે કેનેડાનું નાગરિકત્વ મેળવવાને પાત્ર છે. કોણ કેનેડીયન બનશે કે નહીં બને તેની પસંદગી આપણે ન કરી શકીએ. મતદાન પુરું થયા બાદ ઓબ્રાઇએ જણાવ્યું હતું કે, હું બંધારણીય રીતે માનું છું કે કેનેડીયન કેનેડીયન છે, મેં જોયું છે કે વિશ્વમાં સરકારો લોકોની નાગરિકતા છીનવી લે છે એ મને નથી ગમતું. આપણે કાયદાને વળગી રહેવું જોઈએ અને કાયદો કહે છે કે કેનેડામાં જન્મેલો કેનેડીયન છે. વરિષ્ઠ સાંસદે કહ્યું હતું કે ટોરી મારા કરતા જુદું જ વિચારે છે એની મને પરવા નથી હું કોન્ઝર્વેટીવ પણ છું. હું મારા વિચારોને મક્કમતાથી વળગી રહું છું. દેશભરમાથી આવેલા પ્રતિનિધિઓમાંથી આ ઠરાવને નજીવી બહુમતિ મળી હતી. પક્ષની બદલાયેલીનીતિ કહે છે કે, કેનેડાનો મૂળ વતની ન હોય અથવા કેનેડાના કાયમી નાગરિક ન હોય એવા વાલીઓને ત્યાં જન્મેલા બાળકને કેનેડાનું આપોઆપ નાગરિકત્વ આપવા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડી કાઢવા માટે સરકાર સમક્ષ રજુઆત કરીશું.