Home » Canada » વિશ્વના ભરોસાપાત્ર શહેરોમાં કેનેડાના શહેરો અમેરિકા કરતાં આગળ

News timeline

Canada
1 day ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

વિશ્વના ભરોસાપાત્ર શહેરોમાં કેનેડાના શહેરો અમેરિકા કરતાં આગળ

  • ૧૨૦૦૦ લોકોના અભિપ્રાયો મેળવી સરવે જાહેર કરાયો : ટોરન્ટો અને વાનકુંવરને ગત વર્ષ કરતા રેકીંગમાં પછડાટ

ઓન્ટેરિયો : વિશ્વના સૌથી ભરોસાપાત્ર શહેરોમાં કેનેડાના ટોરન્ટો અને વાનકૂંવરે હાલમાં આંતરરાષ્ટ્રીય મહત્વ મેળવ્યું છે. જ્યારે કેનેડાના મોન્ટ્રીયલ શહેરે કમસેકમ આ વર્ષ માટે તો વિશ્વના સૌથી ભરોસાપાત્ર શહેરોમાં ૧૦મું સ્થાન મેળવ્યું છે. આ અગાઉ તે ૧૪મા ક્રમે હતું. ટોરન્ટો ૧૦ ઉપરથી ગબડીને ૧૩મા ક્રમે, જ્યારે ટોચના ૧૦ શહેરોમાં સ્થાન મેળવનાર વાનકૂંવર ગબડીને ૧૬મા સ્થાને પહોંચ્યું છે. ક્રમાંકમાં નીચે ગબડી ગયા છતાં વિશ્વના કોઇ પણ દેશના શહેરોમાં ભરોસાપાત્ર શહેરોમાં કેનેડાના શહેરોનું સ્થાન હજુ પણ જળવાઇ રહ્યું છે, એમ રેપ્યુટેશન ઇન્સ્ટીટયુટના ચીફ રેપ્યુટેશન ઓફિસર સ્ટીફન હાહન ગ્રીફિથે કહ્યું હતું. આ તમામ શહેરો અમેરિકાના સાનફ્રાન્સિસ્કો -૨૦-મા કરતાં રેન્કિંગમાં આગળ રહ્યાં છે.

આ સરવેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મનિ, ઇટાલિ, જાપાન, રશિયા ધ યુકે અને યુએસ-જિ ૮ દેશોના ૧૨૦૦૦ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તેના આધારે શહેરોને રેન્કિંગમાં આપવામાં આવ્યાં છે. ગત વર્ષે આ યાદીમાં ૧૧મા ક્રમે રહેલા જાપાનના શહેરોનું આ વર્ષે વિશ્વના ભરોસામંદ શહેરોમાં સ્થાન જળવાઈ રહ્યું છે. જયારે રશિયાનું મોસ્કો શહેર ખરાબ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાહન ગ્રીફિથે મીડિયાને જણાવ્યું હતું કે, મોન્ટ્રીયલ સારી સલામતિને કારણે ભરોસામંદ શહેરોની યાદીમાં સ્થાન મેળવી શકયું છે. એથી વિપરીત ટોરેન્ટોમાં સલામતિની વ્યવસ્થા નબળી છે. તેને કારણે તેનું સ્થાન નીચું ગયું છે. ટોરોન્ટો અને વાનકુંવરના રેન્કીંગને સાંસ્કૃતિક વૈવિધ્ય, મનોરંજનની મર્યાદિત અને સવલતોને કારણે પણ અસર થઈ છે.