Home » Canada » કેનેડાની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અટકાવવો જરૃરી : સી.સી.ઈ.એ.

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

કેનેડાની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અટકાવવો જરૃરી : સી.સી.ઈ.એ.

  • આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે પંચે તૈયારી શરૃ કરી

વાનકુંવર : કેનેડાના ચૂંટણી-પંચ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કેનેડામાં આવતા વર્ષે આવનારી સામાન્ય ચૂંટણીમાં વિદેશી દખલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ચૂંટણી ખોરવી નાખવાના પ્રયાસોને અટકાવવાની ખાસ જરૃરત છે. સંસદમાં પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા ચૂંટણી અધિકારી વેસ્ટકોટે કહ્યું હતું કે, આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં સંભવિત ધમકીઓને પહોંચી વળવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. ખાસ કરીને જે લોકોને કેનેડાની ચૂંટણી ખોરવી નાખવાની ઈચ્છા છે તેવા લોકો પર નજર રખાઈ રહી છે. તેઓ સોશ્યિલ મીડિયાના ભારે દુરુપયોગ અને વિદેશી કાવતરાંખોરોનો ઉપયોગ કરે તેવી શકયતા છે. કોટે કે જેના કાર્યલયે કે ચૂંટણીમાં સંભવિત ગડબડોની તપાસ કરી રહી છે તેમણે કહ્યું કે સંખ્યાબંધ તપાસ કરવામાં આવી છે અને એવું જણાય છે કે કેનેડાના ચૂંટણી પંચના કાર્યાલયે કેનેડાની સરહદો ઉપર વધી રહેલી પ્રવૃતિઓ પર ધ્યાન આપવું જરૃરી છે.

ગત વર્ષે અને છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં બાહ્ય હસ્તક્ષેપોના બનાવો વધ્યા છે અને તેથી સી.સી.ઈ.એ કેનેડા બહારના દેશોમાં ચાલી રહેલી પ્રવૃતિઓની તપાસ કરવી જરૃરી છે. ખાસ કરીને વિદેશી સંસ્થાઓ અને વ્યક્તિઓ તેમાં સંડોવાયેલી છે એવા જેમના પર આરોપો છે તેની તપાસ જરૃરી છે. સી.સી.ઈ. માટે આ તપાસ કરવાનું કામ મોટા પડકારરૃપ છે. કારણ કે, ગંભીર તપાસ કરવા માટે વિદેશોમાં રહેલા વિરોધી તત્વોની તપાસનું કામ ભારે કઠિન છે. જેમાં વિલંબ તથા અનેક જટિલતાઓ અને પડકારો રહેલા છે. જો વિદેશી એજેન્ટો તપાસ સાથે સંકળાયેલા હોય તો તપાસનું કામ વધુ જટીલ, કંટાળાજનક અને ગંભીર બની જાય છે. કોટે જણાવ્યું હતું કે મારુ કાર્યાલય જે સંસ્થાઓ રાજકારણમાં કેનેડાના હિતોની વિરુદ્ધ કામ કરવાના પ્રયત્ન કરતી હોય એને પકડી પાડવા માટે ચોક્સાઈથી કામ કરી રહી છે.