Home » Canada » કેનેડાની સુપ્રિમ કોર્ટનો ચુકાદો મકાન ખરીદનાર માટે લાભદાયી બનશે

News timeline

Bollywood
2 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
2 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
5 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
5 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
5 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
6 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
7 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
7 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
9 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
9 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

કેનેડાની સુપ્રિમ કોર્ટનો ચુકાદો મકાન ખરીદનાર માટે લાભદાયી બનશે

  • વેચાણ માટે મુકાતા મકાનોની તમામ વિગતો સરળતાથી મળશે
  • કોર્ટના ચુકાદા બાદ મકાન વેચાણના બજારમાં સુધારાની આશા

ટોરન્ટો : કેનેડીયન મકાન ખરીદનાર હવે વેચાણ માટે મૂકવામાં આવતા મકાનોના આંકડાઓ સંબંધી વિસ્તૃત માહિતી મેળવી શકશે. આ માટે કેનેડાની સુપ્રીમ કોર્ટેનો આભાર માનવો રહ્યો. દેશની ટોચની અદાલતે નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેની સામેની અપીલ ફગાવી દીધી હતી અને ટોરેન્ટો રીયલ એસ્ટેટ બોર્ડ (ટીઆરઇબી)ને હુકમ કર્યો હતો કે, લિસ્ટિંગ સાઇટને વેચવા માટે મૂકેલાં મકાનોની અગાઉની વેચાણ કિંમત સહિત વ્યાપક માહિતીનો યાદી સમાવેશ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી રહેણાંક માટેના મકાન બજારમાં સુધારો જોવા મળશે.

અમેરિકા, બ્રિટન જેવા અનેક દેશોમાં આવી માહિતી સરળતાથી મળી રહે છે. પણ કેનેડામાં રીયલ એસ્ટેટ બોર્ડ મકાન માલિકોના ગોપનીયતાના હક્કોનો ભંગ થાય છે એવી દલીલ કરે છે. સંપૂર્ણ માહિતી પુરી પાડવા માટેનો કાનૂની જંગ ૨૦૧૧થી ચાલતો હતો. ત્યારે કેન્દ્રીય કોમ્પીટીશન બ્યુરોએ મકાનો સંબંધી કેટલીક માહિતી ખાનગી રાખવાના નિયમને પડકાર્યો હતો. બ્યુરોએ દલીલ કરી હતી કે ટીઆરઇબી સ્પર્ધા અને ડીજીટલ ઇનોવેશનને અવરોધે છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સંખ્યાબંધ એસ્ટેટ વેબસાઇટોએ આવકાર્યો હતો. તેઓ વધુ માહિતી અને ઓફર મળે એવું ઈચ્છતા હતા. પરંતુ રીયલ એસ્ટેટ બોર્ડે તેમને અટકાવી દીધા હતા. વકીલો કહે છે કે ટીઆરઇબી ડેટાની જાહેર કરતા અટકાવી નહીં શકે કે કાનૂની લડાઈ ચાલુ નહીં રાખી શકે. એજન્ટો માટે રીયલ એસ્ટેટનું બજાર ખુલી જશે તેમને મળતા ડેટા મકાન ખરીદનારને નિર્ણય લેવામાં મદદ કરી શકશે.