Home » Canada » એટોબીકોમાં મહેફિલ ગ્રુપ દ્વારા ભારતના સ્વતંત્રતા દિનની શાનદાર ઉજવણી

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

એટોબીકોમાં મહેફિલ ગ્રુપ દ્વારા ભારતના સ્વતંત્રતા દિનની શાનદાર ઉજવણી

  • ટોરન્ટો મ્યુઝિકલ ગ્રુપના કલાકારોએ દેશભક્તિના ગીતોની રમઝટ જમાવી
  • સ્વાતંત્ર્ય સંગ્રામમાં સહભાગી થનારાઓને યાદ કરાયા

ટોરન્ટો : ગત શનિવારે એટોબીકોની તંદુરી સંગમ રેસ્ટોરન્ટ ખાતે મહેફિલ ગ્રુપ ઓફ ટોરન્ટો દ્વારા ૭૨માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી.

આ ઉજવણીમાં ભાગ લેવા ટોરન્ટો, મિસિસાગા, બ્રામ્પટન, મારખમ, સ્કારબોરો અને છેક હેમિલ્ટનથી લગભગ ૬૦ લોકો આવ્યા હતા. મહેફિલ ગ્રુપના સંસ્થાપક-પ્રેસિડેન્ટ ફિરોઝખાને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. એમણે કહ્યું હતુ કે, ભારતની સ્વતંત્રતાની લડાઈ નાત, જાત અને ધર્મને વિસારી દઈ ગાંધીજીની આગેવાનીમાં થઈ હતી. સેંકડો હજારો લોકોએ દેશપ્રેમની ભાવથી પ્રેરિત થઇ આ લડાઈમાં ભાગ લીધો હતો. આજે અમુક લોકો એક ખાસ વર્ગની કુરબાનીને ભુલાવી રહ્યા છે.

ફિરોજભાઈએ કહ્યું કે આજે જે તિરંગાને આપણે સલામી આપીએ છીએ, એને ડિઝાઇન કરનાર રેહાના તૈયબ હતી. ‘ઈન્કીલાબ ઝિંદાબાદ’નો જોશ ભરનારો નારો મૌલાના હસરત મોહનીએ આપ્યો હતો.

‘સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ લખનાર ઇકબાલ હતા. ભારત રત્ન લોકપ્રિય શરણાઈ વાદક બિમિલ્લા ખાન મથુરાના મંદિરોમાં શરણાઈ વગાડતા.

આ પ્રસંગે ટોરન્ટો મ્યુઝિકલ ગ્રુપના આર્ટીસ્ટો મીના, સીમા, રાજીવ સૂદ, સાદિક, ભરતભાઈ અને લલિત સોનીએ બોલીવૂડના ગીતોની રમઝટ બોલાવી લોકોનું ભરપૂર મનરંજન કર્યું હતુ. ગીત ‘હમ હિન્દુસ્તાની’એ લોકોના દિલ જીતી લીધા હતા.

સરન ઘઈ અને શફીક ભાઈએ દેશભક્તિની કવિતાઓ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ભારતીય કોન્સુલ ડી. પી. સિંહે પ્રસાંગિક પ્રવચન કર્યું  હતું. ટી.એમ.જી.ના રાજીવ સૂદે બધાંનો આભાર માન્યો હતો.

અનિલ વિન્ગલે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કયું હતુ. અંતે તંદૂરી સંગમ રેસ્ટોરન્ટ દ્વારા ટેસ્ટફૂલ ભોજન અપાયું હતું.