Home » Canada » એર કેનેડા અને વેસ્ટ-જેટે બેગ તપાસવાની ફીમાં ફરીથી વધારો કર્યો

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

એર કેનેડા અને વેસ્ટ-જેટે બેગ તપાસવાની ફીમાં ફરીથી વધારો કર્યો

  • ૧લી અને ૫ાંચમી ઓકટોબરથી વધારો લાગુ કરવા એજન્સીઓનો નિર્ણય

મોન્ટ્રિયલ : અનેક કેનેડીયનોએ હવે પ્રવાસ દરમિયાન વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે, એર કેનેડા અને વેસ્ટ જેટ એરલાઇન્સ લિમિટેડે જણાવ્યું હતું કે, તેઓ પ્રવાસીઓના સામાન તપાસવાની ફીમાં વધારો કરી રહ્યા છે. દેશની આ બે મોટી વિમાનન સંસ્થોએ પહેલી વખત બેગ તપાસવાનો ભાવ ૨૫માંથી વધારી ૩૦ ડોલર અને બીજી વખત ૩૦માંથી વધારી ૫૦ ડોલર કર્યો છે. અમેરિકાની જેટ બ્લુ એરવેઝ કોર્પોરેશને બેગ તપાસવાની ફી અને ટિકિટના ભાવમાં વધારો કરતા કેનેડિયન વીમાનાં કંપનીઓએ પોતાની ફીમાં તાત્કાલિક વધારો કર્યો હતો. એર કેનેડાની મહિલા પ્રવક્તા ઇઝાબેલ આર્થરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ બાદ પ્રથમ વખત આ વધારો કરવામાં આવ્યો છે. જે વધતા જતા ખર્ચ તથા ટિકિટના ભાવ સ્પર્ધાત્મક જાળવી રાખવામાં મદદરૃપ બનશે.

નવી બેગેજ ફી કેનેડા તથા યુનાઇટેડ સ્ટેટ્સ, કેરેબિયન અને મેક્સિકોથી આવતી જતી વિમાની સેવાઓ ઉપર ૫મી ઓક્ટોમ્બરથી લાગુ થશે. જયારે વેસ્ટ જેટના ભાવ વધારાનો અમલ ૧ ઓક્ટોમ્બરથી શરુ થતી ફલાઈટ્સ પર લાગુ થશે. આ વધારો છેલ્લાં શુક્રવારથી સ્થાનિક ટિકિટો ઉપર જયારે મંગળવારે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય ટિકિટ બૂકિંગો પર લાગુ થશે. વૈકલ્પિક સેવાઓ જેવી કે બેગ ચેકીંગ તથા અન્ય સેવાઓ પર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં લેતા મહેમાનો માટે ટિકિટોના દર ઓછા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમ વેસ્ટ જેટની મહિલા પ્રવક્તા લોરેન્સ સ્ટુવર્ટએ જણાવ્યું હતું.

તેણીએ કહ્યું હતું કે, ભાડા અને ફીમાં વધારો કરવાનું કારણ પ્રવાસીઓને વધુ સારી સેવા પુરી પાડવાનું છે કે જેને માટે તેમની સતત માંગ હોય છે. બંને વિમાની સેવાઓનો ભાવ સૌથી ઓછા ભાડા વર્ગને લાગુ પડશે.