Home » Canada » બાપ્સ ચેરિટીસનો પર્યાવરણ પ્રેમઃ નેચર કન્સર્વન્સીને ૩ લાખ વૃક્ષો અને ૪.૩૧ લાખ ડોલર અપાયા

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

બાપ્સ ચેરિટીસનો પર્યાવરણ પ્રેમઃ નેચર કન્સર્વન્સીને ૩ લાખ વૃક્ષો અને ૪.૩૧ લાખ ડોલર અપાયા

  • સ્વયં સેવકોએ ૩ વર્ષમાં ૭૬ શહેરોમાંથી ભંડોળ એકત્ર કર્યું
  • વિવિધ કાર્યક્રમ યોજી પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા પ્રયાસ થયો

ટોરન્ટો : બાપ્સ ચેરિટિસ અને નેચર કન્સર્વન્સી (ટીએનસી) સાથે મળી ત્રણ વર્ષની ભાગીદારીની ઉજવણી કરી રહ્યું છે. જે દરમિયાન પ્રકૃતિ બચાવો અભિયાન માટે સમગ્ર ઉત્તર અમેરિકામાં બાપ્સ ચેરિટીસ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ૨૦૧૬માં બાપ્સ ચેરિટીઝે પ્રકૃતિનું જાળવણી કરતી સંસ્થા ટી.એન.સી. સાથે વૃક્ષો અને છોડ માટે ભંડોળ ઉભું કરવા પ્રયત્નો શરુ કર્યા હતા અને ૨૪ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ અબજો વૃક્ષો અને ૧, ૬૬,૦૦૦ ડોલરનું ભંડોળ ટી.એન.સી.ના અધિકારીઓ અને સાઈન હિલ્સ કેલિફોર્નિયાના કાર્યક્રમના નેતૃત્વને અર્પણ કર્યું હતુ. બાપ્સ ચેરિટીઝના સ્વયંસેવકો અને દાતાઓએ કુલ ૩, ૦૦,૦૦૦ વૃક્ષો અને ૪,૩૧,૦૦૦ ડોલરનું ભંડોળ છેલ્લા ત્રણ વર્ષમાં કેનેડાના ૭૬ શહેરોમાંથી એકઠું કર્યું હતું તે ટી.એન.સી.ને આપ્યું હતુ.

આવા સેંકડો કાર્યક્રમોમાં ટીએનસીના કર્મચારીઓ અને નેતાઓએ હાજરી આપી હતી. અને કાર્યકરોને પર્યાવરણના રક્ષણ તથા તેની જાળવણી માટે લોકોએ તાત્કાલિક સક્રિય થવાની બાબતનું મહત્વ સમજાવ્યું હતું. બાપ્સ ચેરિટીઝના સ્વયંસેવકો તથા બોર્ડના સભ્યોએ નેચર કન્ઝેર્વન્સીના ક્રિસ ટોપિક, ડાઈરેક્ટર ઓફ પ્લાન્ટ એ બિલિયન ટ્રીઝ, ડોનર સ્ટીવર્ડશીપ ઓફિસર મારિયા ફિશર અને ડોનર રિલેશન મેનેજર એરિન ડેલીને એક ચેક અર્પણ કર્યો હતો અને ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ક્રિસે પોતાની સાયનો હિલ્સની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, જંગલી પશુઓ અને જીવોના રક્ષણ માટે વૃક્ષારોપણ અને પુન : નવીનીકરણની પ્રવૃત્તિ પર્યાવરણ માટે મહત્વની છે.

અનેક શહેરોમાં જંગલી પશુઓ ધસી આવતા હોય છે. કારણ કે, પૂરતું પાણી ન હોવાને કારણે તેઓને આમ કરવું પડે છે. આ સ્વયંસેવકોને કારણે દક્ષિણ અમેરિકામાં અમે લાંબા પાંદડા વાળા પાઇનના વૃક્ષોની વાવણી કરી શકયા છીએ. જે કુદરતી તોફાનો જેવી ઘટનાઓ સામે રક્ષણ આપે છે. પરંતુ હજુ માત્ર ૩% જ કામ થઇ શકયું છે. તમારા પ્રયત્નોથી મિસિસિપી, એલુવીયલ વેલી કે જ્યાં ખેતીવાડીની જમીનના વધારે પડતા વિકાસને કારણે ભારે નુકસાન થયું હતું. ત્યાં ટૂંકા પાનવાળા પાઈનના હજારો વૃક્ષો વાવી શકાયા છે.