Home » Canada » કેનેડાના ડોના સ્ટ્રિકલેન્ડને ફિઝિક્સનું નોબેલ

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

કેનેડાના ડોના સ્ટ્રિકલેન્ડને ફિઝિક્સનું નોબેલ

સ્ટોકહૉમ  :  વર્ષ ૨૦૧૮નો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર ઓપ્ટિકલ લેઝરના સંશોધનોનો માર્ગ મોકળો કરનારા અમેરિકા, ફ્રાંસ અને કેનેડાના ત્રણ વિજ્ઞાનીને સંયુક્ત ધોરણે આપવામાં આવ્યો છે. નોબેલ જ્યૂરીએ કહ્યું હતું કે, આ ત્રણેય વિજ્ઞાનીએ કરેક્ટિવ આઈ સર્જરી માટે અતિ ઉપયોગી એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ટેક્નોલોજીમાં સંશોધનો માટે આગળ વધવામાં અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

અમેરિકાના આર્થર એશકિનને નોબેલ પુરસ્કારની દસ લાખ ડૉલરની અડધી રકમ એનાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્રાંસના ગેરાર્ડ મોરો અને કેનેડાના ડોના સ્ટ્રિકલેન્ડને બાકીની અડધી રકમ સરખા ભાગે ઈનામ રૃપે અપાઈ છે. ૯૬ વર્ષીય એશ્કિનને ઓપ્ટિકલ ટ્વિઝર્સ નામની શોધ માટે આ સન્માનના હકદાર ગણવામાં આવ્યા છે. રોયલ સ્વિડિશ એકેડેમીએ કહ્યું હતું કે, એશ્કિને શોધેલી ટેક્નોલોજીની મદદથી પાર્ટિકલ્સ, એટમ્સ, વાઇરસ અને અન્ય જીવિત અણુઓને લેઝર બિમ ફિંગરથી ઝડપી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી પ્રકાશના રેડિયેશન પ્રેશર થકી ફિઝિકલ ઓબ્જેક્ટનું હલનચલન કરાવી શકાય છે. એશ્કિને જૂની સાયન્સ ફિક્શનોમાં દર્શાવીને જે સ્વપ્ન બતાવાતા હતા, એ હકીકતમાં ફેરવી નાંખ્યા છે. ૧૯૮૭માં એશ્કિને ટ્વિઝર્સની મદદથી બેક્ટેરિયાને નુકસાન પહોંચાડયા વિના તે ઝડપી બતાવ્યા હતા.

એશ્કિન ૧૯૫૨થી ૧૯૯૧ દરમિયાન એટી એન્ડ ટી બેલ લેબોરેટરીઝમાં કામ કરતા હતા ત્યારે આ શોધ કરી હતી. હાલ એશ્કિન ૯૬ વર્ષના છે. એ પણ એક રેકોર્ડ છે. તેઓ સૌથી વૃદ્ધ નોબેલ પુરસ્કાર વિજેતા છે. તેમના પહેલાં અમેરકાના લિઓનિડ હુર્વિક્ઝે ૯૦ વર્ષની વયે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો.

એશ્કિનની જેમ મોરો અને સ્ટ્રિકલેન્ડે અલ્ટ્રા શોર્ટ ઓપ્ટિકલ પલ્સીસ વિકસાવવામાં પાયાનું કામ કર્યું છે. જ્યૂરીએ કહ્યું હતું કે, આ બંને વિજ્ઞાનીઓએ શોર્ટેસ્ટ અને મોસ્ટ ઈન્ટેન્સ લેસર પલ્સનું સર્જન કર્યું છે. આ પહેલાં માનવજાતને આવી સફળતા મળી નથી.

આ સાથે જ ડોના સ્ટ્રિકલેન્ડ ફિઝિક્સનું નોબેલ જીતનારા વિશ્વના ત્રીજા મહિલા પણ બન્યા છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરેક્ટિવ આઈ સર્જરીમાં થાય છે. હાલ મોરો ફ્રાંસની ઇકોલ પોલિટેકનિક અને અમેરિકાની મિશિગન યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, જ્યારે સ્ટ્રિકલેન્ડ તેમના વિદ્યાર્થિની હોવાની સાથે કેનેડાની વૉટરલૂ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે. સ્ટ્રિકલેન્ડ પહેલાં મેરી ક્યુરી અને મારિયા ગોપેર્ટ મેટરને અનુક્રમે ૧૯૦૩ અને ૧૯૬૩માં ફિઝિક્સનું નોબેલ મળ્યું હતું.

ડોના સ્ટ્રિકલેન્ડે કહ્યું હતું કે, આપણે મહિલા ભૌતિકવિજ્ઞાનીઓને હજુ પણ વધુ પ્રોત્સાહન આપવાની જરૃર છે કારણ કે, તેમની સંખ્યા બહુ જ ઓછી છે. આ ક્ષેત્રે નોબેલ જીતનારી વિશ્વની ત્રીજી મહિલા બનતા હું ખૂબ જ ખુશી અનુભવું છું.