Home » Canada » ફ્રેન્ચ ભાષા જાણનારાઓને નવા એક્સપ્રેસ એન્ટ્રી માટે ઓન્ટેરિયોનું આમંત્રણ

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ફ્રેન્ચ ભાષા જાણનારાઓને નવા એક્સપ્રેસ એન્ટ્રી માટે ઓન્ટેરિયોનું આમંત્રણ

  • ઉમેદવાર પાસે વર્કર સ્ટ્રીમ માટેની યોગ્યતા હોવી જરૃરી

ક્યૂબેક : ઓન્ટોરિયો રાજ્ય તરફથી ફ્રેન્ચ ભાષા જાણનારા તેના સ્કિલ્ડ વર્કર સ્ટ્રીમના ૪૪ કામદારોને એક્સપ્રેસ એન્ટ્રી આમંત્રણો મોકલ્યા છે. ધ ઓન્ટોરિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ (ઓ.આઈ.એન.પી.) તરફથી આ વર્ષમાં સાપ્તાહિક ધોરણે આ આમંત્રણ મોકલાયા છે. ૨૦૧૮ સુધીમાં કુલ ૧૦૬૫ આમંત્રણો ડ્રો મારફતે નક્કી કરીને મોકલાયા હતા. બરાબર સાત દિવસ પછી ૬ સપ્ટેમ્બરે ડ્રો કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૫ આમંત્રણો મોકલી અપાયા હતા. ફ્રેન્ચ બોલતા કુશળ કામદારોના આ જૂથને ફ્રેન્ચ સ્પીકિંગ એક્સપ્રેસ એન્ટ્રી કે જેઓનું ઈંગ્લિશ મજબૂત હોય અને જેઓ ઓન્ટેરિયોમાં કાયમી ધોરણે કામ કરવા તૈયાર હોય, તેમને આવા આમંત્રણો મોકલવામાં આવે છે. ઉમેદવારોએ ફેડરલ સ્કિલ્ડ વર્કર કલાસ પાસ કર્યા હોવા જોઈએ.

ઓ.આઈ.એન.પી. જણાવે છે કે આ નવા ડ્રોમાં જે નોટિફિકેશન્સ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવ્યા છે તે ૧ જાન્યુઆરી ૨૦૧૮ અને ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ની એક્સપ્રેસ એન્ટ્રી માટે છે. જેને એન.ઓ.આઈ. મળ્યા છે. તેણે એમ માની લેવાની જરૃર નથી કે, તેણે ફ્રેન્ચ સ્પીકિંગ સ્કિલ્ડ વર્કર સ્ટ્રીમ માટેની યોગ્યતા મેળવી લીધી છે. જે કોઈને એન.ઓ.આઈ મળ્યા છે તેમણે આ સ્ટ્રીમની યોગ્યતાના ધોરણો પસાર કરવા જરૃરી છે અને તે પ્રોવિન્સિયલ અને સંઘીય ક્રાઈટેરિયાની જરૃરિયાતો સંતોષે છે. જે કોઈ ઓન્ટોરિયોની ફ્રેન્ચ સ્પીકિંગ સ્કિલ્ડ વર્ક સ્ટ્રીમમાં રસ ધરાવતો હોય તેમને માટેનું પહેલું પગથિયું એક્સપ્રેસ એન્ટ્રી પુલ માટેની યોગ્યતા મેળવવી જરૃરી છે.