Home » Canada » બ્રામ્પ્ટન ભવાનીશંકર મંદિરે ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારનો રંગારંગ કાર્યક્રમ

News timeline

Delhi
14 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

બ્રામ્પ્ટન ભવાનીશંકર મંદિરે ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારનો રંગારંગ કાર્યક્રમ

  • કૃષ્ણ જન્મ, આરતી તથા પારણાને ઝુલાવવામાં સભ્યોએ ઉમંગભેર ભાગ લીધો

બ્રામ્પ્ટન : ગત તા.૧૬મી સપ્ટેમ્બરે ગરવી ગુજરાત સિનિયર્સ પરિવારના ૩૫૦થી વધુ સભ્યોએ ભવાનીશંકર મંદિર બ્રામ્પ્ટન ખાતે સભા યોજી હતી. આ દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ની ધૂમ મચી હતી. મંત્રી ભુપેન્દ્રભાઈએ સૌના આવકાર આપ્યા બાદ પ્રાર્થના થઈ હતી. જે બાદ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૃપે સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થયો હતો. અશ્વિન શાહ, દિલીપ પરીખ,  ભુપેન્દ્ર તલાટી,  ઝવેરભાઈ, દિલીપ પાઠક, શૈલેષભાઇ તેમજ સભ્ય બહેનો દ્વારા અભિનીત દેવકી વાસુદેવ નાટિકા રજૂ થતાં તેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતુ.

ત્યારબાદ કૃષ્ણ જન્મ, આરતી તથા કાન્હાના પારણાને ઝુલાવવામાં સભ્યોએ ઉમંગભેર ભાગ લીધો હતો. ત્યારબાદ બહેનોએ ગરબાની રમઝટ જમાવી હતી. જેમાં રાધા ગોપી ડાન્સ , તારા વિના શ્યામ, રાધાજીનું ઝાંઝરીયું, મથુરામાં ખેલખેલી, રાધા ઢૂંઢ રહી વગેરે ગરબા અને દાંડિયા રાસે રંગ રાખ્યો હતો. નયનભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તૈયાર કરાયેલી પરિવારની વેબસાઈટને પ્રમુખ વિક્રમભાઈ પટેલ દ્વારા લોંચ કરાઈ હતી. અંતે દાતા મણીભાઈ ચૌધરી, દેવેન્દ્રભાઈ ચૌધરી, સૌરીન દવે તેમજ ઘનશ્યામભાઈ ગાંધીનું પ્રમુખ તેમજ મંત્રી દ્વારા બહુમાન કરાયું હતુ.