Home » Canada » નકલી સમાચાર અંગે જાણ કરવા ફેસબુકે નવું પોર્ટલ પૂરું પાડ્યું

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

નકલી સમાચાર અંગે જાણ કરવા ફેસબુકે નવું પોર્ટલ પૂરું પાડ્યું

મેન્લો પાર્ક, કલીફ : ફેસબુકે ઉપભોક્તાઓ સમાચાર અસલી છે કે નકલી તથા એ સમાચાર અથવા લેખની વિષય વસ્તુ તથા તેની પાછળ રહેલા પરિબળો ઓળખી શકે તેવું એક પ્લેટફોર્મ કેનેડીયનોને પૂરું પાડે છે. અમેરિકા ખાતેની એક ગંજાવર સોશિયલ મીડિયાએ જણાવ્યું હતું કે કેનેડિયન ઉપભોક્તાઓને સમાચારોનું મુલ્યાકંન તથા લેખની વિશ્વનીયતા જાણવા માટે એક નવા પ્રકારનું બટન શરુ કરશે, જે કેનેડાના ઉપભોક્તાઓ માટે ભારે ઉપયોગી બની રહેશે. જયારે બટનને દબાવવામાં આવશે ત્યારે તે વિકિપીડિયાના પોસ્ટરમાં એન્ટ્રી કરી એક જ વિષયના લેખો સંબંધી માહિતી પુરી પાડશે. જેમ કે આ આર્ટિકલ કેટલી વખત શેયર કરાયો છે તથા હાલમાં તે શેયર કરવામાં  આવે છે કે કેમ ? આ બટન પોસ્ટર મારફતે પ્લેટફોર્મ પર પ્રકાશિત લેખ કે સમાચારની વિષયવસ્તુ તથા ઉપભોક્તાઓના મિત્રોએ આ પોસ્ટને કેટલી વાર શેયર કરી છે અથવા આ પોસ્ટ મોકલનારનું ડોમેન જાણી શકશે.

છેલ્લા ઘણા સમયથી ખોટા સમાચારો અને લેખ ફેસબુક પરથી પોસ્ટ કરવામાં આવે છે તેનો ઉકેલ લાવવા માટે ફેસબુકે ઘણી મેહનત કરી હતી તેના પરિણામે આ એક નવી સુવિધા વિકસાવી શકાઈ છે.

ફેસબૂકે કબૂલ કર્યું હતું કે ૨૦૧૬માં કેમ્બ્રિજ એનાલિટિક નામની એક કંપનીએ ફેસબુકના ૫૦ મિલિયન ઉપભોક્તાઓના ડેટાનો ગેરઉપયોગ કર્યો હતો અને અમેરિકાની ચૂંટણી પર રાજકીય પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો હતો.